ભાજપના નરોડા વિધાનસભાના ધારાસભ્ય બલરામ થાવાનીને ધારાસભ્ય થયા ના 3વર્ષ ની ઉજવણી કરતા સોશ્યિલ ડીસ્ટેન્સના ધજાગરા ઉડાવ્યા

ભાજપના નરોડા વિધાનસભાના ધારાસભ્ય
બલરામ થાવાનીને ધારાસભ્ય થયા ના 3વર્ષ ની ઉજવણી કરતા સોશ્યિલ ડીસ્ટેન્સના ધજાગરા ઉડાવ્યા

દેશ નો કાયદો આમ જનતા માટે ભાજપ માટે કોઈ કાનૂન નથી

દેશમાં ખેડૂતો પોતાના હક માટે છેલ્લા ઘણા સમય થી આંદોલન કરી રહ્યા છે,ત્યારે ભાજપના નરોડા વિધાનસભાના ધારાસભ્ય બલરામ થાવાનીએ ધારાસભ્ય તરીકે ત્રણ વર્ષ પુરા કરતા તેની જ કુબેરનગર ખાતેની ઓફીસ પર લોકોના ટોળે ટોળા ભેગા કરી સોશ્યિલ ડિસ્ટન્સ ના જાહેરમાં ધજાગર ઉડાવ્યા છે

જ્યારે મેઘાણીનગર પોલીસ મૂક પ્રેક્ષક બની નજારો જોઈ રહી છે.જ્યારે બાજુમાં માસ્ક વગરના લોકો પાસે પઠાણી દંડ વસુલ કરી રહી છે.

કાયદાનો અમલ કરાવવાળા જ કાયદાનો ભંગ કરતા નજરે પડે તો તેની અસર આમ જનતા પર પડ્યા વગર રહેતું નથી. જ્યારે ભાજપના નરોડા વિધાનસભાના ધારાસભ્ય બલરામ થાવાની કોઈને કોઈ પ્રકારે ચર્ચામાં જ રહ્યા છે.આજે બલરામ થાવાની એ ધારાસભ્ય થયાના ત્રણ વર્ષ પુરા કર્યા હોવાની ખુશીમાં તેમની ઑફિસે જ કાર્યકરોનો જમાવડો ભેગો કર્યું હતું.ભાજપના કાર્યકરો કોવિડ-19 કોરોના મહામારીના જાહેરનામનો જાહેરમાં ધજાગરા ઉડાવ્યા છે.ભાજપના ધારાસભ્યની વિરુદ્ધ પોલીસ ગુનો દાખલ કરશે કે કેમ તે દેશ ની ભોળી જનતા સવાલો કરી રહી છે.નાગરિકોને પોતાના લગ્ન ,મરણ માટે પોલીસ પાસે પરવાનગી મેળવવામાં કમર કસવી પડી રહી છે.ત્યારે ભાજપ સત્તાના નશામાં મશગૂલ બની આમ જનતાની ભાવના સાથે રમી રહી છે.આ દ્રશ્ય જોઈ કોરોનાનો કેર વધુ વકરે તેવી ભીતી પણ જોવા મળી રહી છે.

Translate »
%d bloggers like this: