વિપક્ષ નેતા દિનેશભાઇ શર્મા ની ફરી એકવાર ઉપેક્ષા

કોંગ્રેસ માં એક સાંધે તેર તૂટે.
કોંગ્રેસ ના જુના જોગી અને સદંતર નિષ્ફળ રહેલા સિનિયર નેતાઓ દ્વારા ફરી એકવાર યાદવસહી કરવામાં આવી.
અમરાઈવાડી-50 વિધાનસભા પેટાચૂંટણી માં મધ્યસ્થ કાર્યાલય થી લઇ તમામ મિટિંગ માં જે બેનર અને હોર્ડિંગ લાગ્યા છે

તેમાં શહેર પ્રમુખ શશીકાંત પટેલ અને વિપક્ષ નેતા AMC શ્રી દિનેશ શર્મા બંને અમદાવાદ શહેર કોંગ્રેસ ના પ્રોટોકોલ નેતાઓ હોવાના નાતે ફોટા માં સ્થાન મળવા પાત્ર છે છતાં પણ શહેર ના બની બેઠેલા જુના નેતાઓ જેવો સતત વિપક્ષ નેતા દિનેશ શર્મા ની અમદાવાદ શહેર ના સંગઠન અને કાર્યકર્તા ઓ માં વધતી લોકપ્રિયતા થી ભયભીત થઇ તેમની વિરુધ્ધ જૂથવાદ ચલાવવામાં સતત કાર્યરત હોઈ અને વારંવાર નિષ્ફળ નીવડ્યા છતાં અવારનવાર પક્ષ ઉપર હાવી થઇ આવા પક્ષ વિરુદ્ધ ના કારનામા કરી પક્ષ ને નુકસાન પહોંચાડી રહ્યા હોવાથી પક્ષ ના હિન્દી ભાષી આગેવાનો અને અમરાઈવાડી ના સ્થાનિક હિન્દી ભાષી મતદારો નિષ્ક્રિય હોઈ પક્ષ ને આ સીટ ગુમાવવા ની નોબત આવી છે. દિનેશ શર્મા સાથે જોડાયેલ કાર્યકરો માં નિષ્ક્રિય સાથે નારાજગી.

Translate »
%d bloggers like this: