આર્મી ઓફીસરની ઓળખ આપી આંતર રાજ્ય ઓનલાઇન ચીટીંગ કરતા આરોપીને પકઙી પાઙતી-જીઆઈડીસી વટવા પોલીસ સ્ટેશન,અમદાવાદ શહેર

મે.પોલીસ કમિશ્નર સાહેબ અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-૨ સાહેબ નાઓ તરફથી અમદાવાદ શહેરમાં હાલમાં વધતા જતાં સાયબર ક્રાઇમના ગુનાઓ અટકાવવા તેમજ ભેદ ઉકેલવા સારુ મળેલ સુચના અનુસંધાને તેમજ નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૬ શ્રી બીપીન આહીરે સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ‘જે’ ડીવીઝન આર.બી.રાણા સાહેબ નાઓના માર્ગદર્શન તળે જીઆઈડીસી વટવા પો.સ્ટે અધિકારી/કર્મચારી કાર્યરત છે જે અનુસંધાને પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી ડી.આર.ગોહિલ નાઓએ જીઆઇડીસી વટવા પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ (એ)-૧૧૧૯૧૦૧૯૨૦૦૦૧૨/૨૦૨૦ ધી ઇપીકો કલમ ૪૦૬,૪૨૦ તથા IT ACT કલમ ૬૬(સી),૬૬(ડી) મુજબના ગુનાના કામે ફરીયાદી ને આર્મી ઓફીસરની ખોટી ઓળખ આપી વિશ્વાસમાં લઇ ઓનલાઇન ચિટીંગ થયેલ હોય જે ગુનાની તપાસના કામે ટેક્નીકલ એનાલીસીસ કરી ગુનો આચરનાર આરોપી જી-અલવર રાજસ્થાન ખાતે હોવાની હકિકત જણાતા પો.સબ.ઇન્સ. એમ.સી.જાડેજા તથા અ.હેડ.કોન્સ. બળવંતસિંહ મંગળસિંહ બ.નં.-૯૩૧૬ તથા લોકરક્ષક સચિન અનિલભાઇ બ.નં.-૧૨૭૨૨ નાઓની ટીમ બનાવી આરોપીની તપાસ સારુ રાજસ્થાન રાજ્ય ખાતે મોકલી આપતા આરોપી

વારીસખાન સ/ઓ મહમંદખાન અમરસીંગ મેવ (મુસ્લીમ) ઉ.વ-૨૩ ધંધો-ખેતીકામ રહે-ગામ-કચરોટી તા-ગોવિંદગઢ જી-અલવર(રાજસ્થાન) નાને શોધી લઇ આવતા તા-૨૩/૦૧/૨૦૨૦ કલાક ૧૭/૦૦ વાગે અટક કરી ગુનાના કામે વાપરેલ મોબાઇલ કબ્જે કરી નામદાર કોર્ટથી રીમાન્ડ મેળવી વધુ પુરાવા મેળવવા તેમજ આરોપીએ અન્ય ગુના આચરેલ છે કે કેમ?

તેની તપાસ હાથ ધરી સાયબર ક્રાઇમના ગુનાનો ભેદ ઉકેલી ઉર્ક્રુષ્ટ કામગીરી કરેલ છે.

Translate »
%d bloggers like this: