સરદારનગર પોલીસે ફરી મેગા ડ્રાઈવ કરી, સોફામાંથી મળી આવી દેશી દારૂની પોટલીઓ

 

મહિલાઓને ટીંગા ટોળી કરી પોલીસ સ્ટેશન લઈ જવાઇ

રાજયના ડીજીપી દ્વારા દારૂ રેડ ને લઈ એક પરિપત્ર બહાર પાડવા માં આવ્યો છે જેથી રાજય ભરમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવી રહયા છે. રવિવારે સરદારનગર પોલીસે ફરી મેગા ડ્રાઈવ કરી હતી અને જેમાં અનેક જગ્યાથી પોલીસને દારૂ મળી આવેલ છે.

 

એક મકાનમાં પોલીસે જયારે દરોડા પાડ્યા ત્યારે સોફામાંથી પોલીસને દારૂની પોટલીયઓ મળી આવી હતી. પોલીસે દારૂ કબ્જે કરી ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

એક મકાન ના છત પરથી પોલીસને દારૂ નું વોશ મળી આવ્યું હતું. જેથી પોલીસે કાર્યવાહી શરૂ કરી ત્યારે મકાનમાં રેહતી અને દારૂનો વ્યવસાય કરતી મહિલાઓ પોલીસ ને ગાળો બોલવા લાગી હતી અને પોલીસ પર આરોપ પણ 

મહિલાઓને જ્યારે પોલીસ સ્ટેશન લઈ જવા કહેવામાં આવ્યું ત્યારે મહિલાઓ આવવાની ના પાડી દીધી હતી અને ગાળો બોલવા લાગી હતી. આથી મહિલા પોલીસે ટીંગા ટોળી કરી મહિલાઓને માંડ માંડ પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી.

*દારુની આવી રીત રેલમછેલ જોવા મળી હતી*

Translate »
%d bloggers like this: