BRTS અકસ્માતમાં FSLનો ખુલાસો : બસ ચાલકે તરત બ્રેક મારી જ ન હતી

પાંજરાપોળ ચાર રસ્તા પાસે બે સગા ભાઇને બીઆરટીએસના ચાલકે ધડાકાભેર ઉડાવી દઈ મૃત્યુ નિપજાવવાના કિસ્સામાં એફએસએલનો પ્રાથમિક રિપોર્ટમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગત 21મી તારીખ, ગુરુવારે બીઆરટીએસ (Bus Rapid Transit System) બસે બે સગા ભાઈઓને કચડી માર્યાં હતાં. જેના કારણે બંન્નેનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં. જે બાદ ભોગ લેનાર બીઆરટીએસના ડ્રાઇવરને અકસ્માતને બીજા દિવસે એટલે શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અકસ્માત બાદ ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. બસનાં ડ્રાઇવર ચિરાગ પ્રજાપતિ પર કલમ 304 સાપરાધ મનુષ્ય વધનો ગુનો ઉમેરવા માટે પોલીસે રિપોર્ટ કર્યો હતો.

Translate »
%d bloggers like this: