અમદાવાદ પોલીસ કમિશનર એ. કે.સિંઘ ની એનએસજીના ડીજી તરીકે નિમણુંક

ગુજરાત કેડરના 1985 બેન્ચના ડીજી રેન્કના અમદાવાદ પોલીસ કમિશનર એકે સિંઘની દિલ્હી ખાતે નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ના ડીજી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.કેન્દ્રીય ગૃહમંત્રાલયે આજે શુક્રવારે NSGના વડાનો હુકમ કર્યો હતો.

ગુજરાત કેડરના વધુ એક સીનિયર અધિકારીની દિલ્હીમાં નિમણૂંક કરવામાં આવી છે. છેલ્લા 2 વર્ષ કરતા વધુ સમયથી અમદાવાદ પોલીસ કમિશનર એકે સિંઘ દિલ્હી પ્રતિનિયુક્તી પર જાય છે તેવી ચર્ચા ચાલતી હતી. આ ચર્ચાનો આજે અંત આવી ગયો છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે અમદાવાદ પોલીસ કમિશનર એકે સિંઘને નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)માં ડીજી તરીકે નિમણૂંક આપી દીધી છે. અમદાવાદ પોલીસ કમિશનર એકે સિંઘની સીઆરપીએફ કે NSGના ડીજી બનાવવા માટેની ચર્ચા વિચારણા ચાલી રહી હતી પરંતુ આખરે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એનએસજીના ડીજી તરીકે એકે સિંઘની નિમણૂંક કરી છે.

1985 બેન્ચના ડીજી રેન્કના સીનિયર આઇપીએસ એકે સિંઘ આગામી વર્ષે સપ્ટેમ્બર મહિનામાં વય મર્યાદાને કારણે નિવૃત થવાના છે. હાલના ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝા પછી સૌથી સીનિયર મોસ્ટ આઇપીએસ તરીકે એકે સિંઘ આવતા હતા પરંતુ સુપ્રીમ કોર્ટના નિયમ અનુસાર તેઓ ડીજી બનવા માટે એક મહિનો ઓછો પડતો હોવાથી કેન્દ્રીય ગૃહમંત્રાલયે તેમને દિલ્હી ખાતે પ્રતિનિયુક્તીનો હુકમ કર્યો છે.

અમદાવાદ પોલીસ કમિશનર એકે સિંઘની 30-9-2020 સુધી એટલે કે એક વર્ષ માટે NSGના ડીજી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.ડીજી એકે સિંઘ કેન્દ્રમાં અગાઉ સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ના ડીઆઇજી પણ રહી ચુક્યા છે. આમ તેમણે કેન્દ્રમાં પ્રતિનિયુક્તીનો પણ બહોળો અનુભવ છે. તેમના ગયા પછી અમદાવાદ ક્રાઇમ બ્રાંચના સ્પેશ્યલ પોલીસ કમિશનર અજય કુમાર તોમરને અમદાવાદ પોલીસ કમિશનર બનાવવામાં આવે તેવી પુરેપુરી સંભાવના છે.

Translate »
%d bloggers like this: