મંદીના માર વચ્ચે ફટાકડાના ભાવમાં 15 થી 20 ટકાનો વધારો

ભીડ ભાડ વાળી માર્કેટો આજે સુમસામ લાગી રહી છે

ચીન બાદ ફટાકડા ઉત્પાદન કરવામાં ભારતનુ બીજુ સ્થાન છે અને ભારતના તમિલનાડુના શિવાકાસીમાં સૌથી વધુ ફટાકડા તૈયાર કરવામાં આવે છે. જોકે ચાલુ વર્ષે શિવાકાસીમાં છ મહિના ફટાકડા બનાવવાનુ કામ બંધ રહ્યુ હતુ. જેના કારણે ફટાકડાનુ ઉત્પાદન ઓછુ થયું છે. જેના કારણે ફટાકડાના ભાવમાં 15 થી 20 ટકા વધારો થયો છે.

એક બાજુ ફટાકડાના ભાવમાં વધારો અને બીજી બાજુ માર્કેટમાં મંદી છે. મંદીના કારણે ફટાકડા સહિતની તમામ માર્કેટમાં મંદીની અસર જોવા મળી રહી છે. અમદાવાદની ફટાકડા માર્કેટમાં તો નવરાત્રી બાદ ફટાકડાની ખરીદી શરુ થઈ જાય છે પરંતુ મંદીના કારણે માર્કેટ સુમસામ લાગી રહી છે. અમદાવાદની રાયપુર માર્કેટમાં તો હોલસેલ ફટાકડા ખરીદનાર એડવાન્સ બુકિંગ કરે છે પરંતુ ચાલુ વર્ષે એડવાન્સ બુકીંગ થયુ નથી. અમદાવાદની ફટાકડાની નામી દુકાનોમાં તો દિવાળીનો તહેવાર હોય કે લગ્નપ્રસંગનો તહેવાર હોય હંમેશા લોકોની ભીડ હોય છે. જોકે ચાલુ વર્ષે તો દુકાનમા કામ કરતા કામદારો પણ ગ્રાહકોની રાહ જોઈને બેસી રહ્યા છે. વેપારી કાર્તિકભાઈ મોદીનુ કહેવુ છે કે અત્યારે મંદી છે અને ભાવમાં પણ વધારો થયો છે. જોકે અમને આશા છે કે દિવાળીના બે દિવસ પહેલા ઘરાકી નિકળશે.

મંદીના માહોલ વચ્ચે લોકોને આકર્ષવા માટે નવા નવા ફટાકડા લાવવામાં આવ્યા છે અને ખાસ કરીને બાળકોને ધ્યાનમાં રાખીને આકર્ષક ફટાકડા માર્કેટમાં આવ્યા છે. જોકે મંદીના કારણે લોકો ખરીદી કરવા ઘરની બહાર નિકળી રહ્યા નથી. ભીડ ભાડ વાળી માર્કેટો આજે સુમસામ લાગી રહી છે.  ટ્રેડિંગના માલિક અર્જુનભાઈ મોદીએ જણાવ્યું હતું કે 10 વર્ષમાં પહેલી વખત આવા દિવસો જોયા છે અને આટલી મંદી જોઈએ છે. જોકે છેલ્લા દિવસોમાં ફટાકડા માર્કેટમાં તેજી આવશે તેવી આશા છે.

 

Translate »
%d bloggers like this: