પત્રકાર સુરક્ષા સમિતિની પોલીસ કમિશનર અમદાવાદ સાથેની મુલાકાત

પત્રકાર સુરક્ષા સમિતિની પોલીસ કમિશનર અમદાવાદ સાથેની મુલાકાત

પત્રકાર સુરક્ષા સમિતિની આજે અમદાવાદ પોલીસ કમિશનર સાથે મુલાકાત યોજાઈ હતી. tv9 ના આપણા બંધુ પત્રકાર ચિરાગ પટેલના અપમૃત્યુ કેસમાં પોલીસ તપાસ ની વિગતો ની ચર્ચા કરવા આ મુલાકાત પાછળ હતો. લગભગ પચાસ મિનિટ ચાલેલી આ મુલાકાત દરમિયાન ઇન્વેસ્ટિગેશનના દરેક પાસાઓની પોલીસ કમિશનરશ્રીએ સમિતિ સમક્ષ વિસ્તૃત છણાવટ કરી હતી. ઇન્વેસ્ટિગેશન અત્યારે નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે અને કોઈ પણ નિર્ણય પર આવતા પહેલા તેઓ હજુ કેટલીક બાબતો ચકાસવા માંગે છે. પત્રકાર સુરક્ષા સમિતિને આજે પોલીસ કમિશનરશ્રીનું સ્ટેન્ડ અને ઇન્વેસ્ટિગેશન બંને સકારાત્મક લાગ્યા હતા. આશા રાખીએ કે સ્વર્ગસ્થ ચિરાગ પટેલના અપમૃત્યુની વિગતો બહાર આવશે.

Avatar

Pd Dabhi

Pd Dabhi Ceo:-LIVECRIMENEWS આપની આસપાસ બનતી દરેક ઘટનાને મોકલી આપો અમારા સુધી ફોટા વિગત વિડીયો અમારા ઈમેલ કે વોટ્સએપ પર pddabhitalaja@gmail.com 9714577186

Read Previous

ગાંજાનું સેવન કરીને નશાના રવાડે ચડીગયેલ ટોળકી પકડાઈ

Read Next

ભારત માં પેટ અને ગટર સરખા છે

Translate »
%d bloggers like this: