આપ નાં ગુજરાત બક્ષીપંચ મોરચા નાં પ્રદેશ અધ્યક્ષ અને બોટાદ, ભાવનગર જિલ્લાના પ્રભારી ઉમેશભાઈ મકવાણા ઉપર હુમલો.

આમ આદમી પાર્ટીના બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઉમેશભાઈ મકવાણા પર આજ સાંજના સુમારે બરવાળા હાઇવે પર પોલારપુર પાસે 5 અજાણ્યા શખ્સોએ ધસી આવી બુકાનીધારીઓએ હોકી અને બેઝબોલ વડે જીવલેણ હુમલો કર્યો છે.

 

તાત્કાલિક સારવાર હેઠળ ઉમેશભાઈને બોટાદની પટેલ ઓર્થોપેટિક હોસ્પિટલ ખાતે દાખલ કરાયા છે, આ હુમલો કોના ઇસારે કરાયો છે અને હુમલાખોરો કોણ હતા એની હજુ સુધી કોઈ માહિતી મળી નથી, જો કે પોલીસ તત્કાલ હોસ્પિટલ ખાતે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાના અહેવાલ મળી રહ્યા છે.

 

 

Translate »
%d bloggers like this: