ભાવનગર આનંદનગર,સંતરોહીદાસનગર,બજરગ ચોક, ભાવનગર પાસેથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂની પેટી નંગ-૧૬ બોટલ નંગ-૧૯૨ કિ.રૂ.૫૭,૬૦૦/-નો મુદામાલ પકડી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટાફના માણસો કોવીડ-૧૯ મહામારી બંદોબસ્તમાં ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સારૂ સખ્ત પેટ્રોલીંગની ફરી દારૂ/જુગાર તથા ઘરફોડ ચોરીઓ ડીટેકટ કરવા તેમજ ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડી લેવા સુચના કરેલ.

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન આનંદનગર, વિમાના દવાખાના રોડ પાસે આવતા જીતેન્દૃ્ સિંહ વજુભા ઝાલા અના. હેડ કોન્સ ને બાતમી રાહે હકિકત મળેલ કે ધનજીભાઇ ઉર્ફે ધનો લાલજીભાઇ મકવાણા રહે. આનંદ નગર,સંત રોહીદાસ નગર, બજરંગ ચોક, ભાવ નગરવાળાના રહેણાંક મકાનમા તેણે તથા અમીત ઉર્ફે વેન્ચર મહેશભાઇ પરમાર રહે.મેર રેસીડન્સી ફલેટ,ભરત નગર, સીતારામચોક ભાવનગરવાળા બન્નેએ ભારતીય બનાવટનો દારૂનો જથ્થો છુપાવેલ છે. અને તે દારૂનો જથ્થો સગે-વગે કરવાની પેરવીમાં છે. તે હકિકત આઘારે બાતમી વાળી જગ્યા ઉપર રેઇડ કરતા રેઇડ દરમ્યાન ભારતીય બનાવટનો EPISODE CLASSIC WHISKY-750 ML ની બોટલ નંગ-૧૯૨ કિ.રૂ.૫૭,૬૦૦/-ની ઇગ્લીશ દારૂની બોટલો મળી આવતા ધનજીભાઇ ઉર્ફે ધનો લાલજીભાઇ મકવાણા રહે.આનંદન ગર,સંત રોહીદાસનગર,બજરંગચોક, ભાવ નગરવાળા ના રહેણાંક મકાનમા તેણે તથા અમીત ઉર્ફે વેન્ચર મહેશ ભાઇ પરમાર રહે.મેર રેસીડન્સી ફલેટ, ભરતનગર, સીતારામચોક ભાવનગરવાળા બન્ને વાળા વિરૂધ્ધ્માં ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહી કલમ-૬૫એઇ

.૧૧૬(બી),૮૧ મુજબનો ગુન્હો નોઘાયેલ છે.

 

આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથાએલ.સી.બી. સ્ટાફ માણસો હેડ કોન્સ અનિરૂધ્ધસિંહ ગોહીલ તથા હેડકોન્સ.સાગરભાઇ જોગદીયા તથા હેડ કોનસ.મહેન્દ્રભાઇ ચૈાહાણ તથા હેડ કોન્સ ઘનશ્યામભાઇ ગોહીલ તથા હેડ કોન્સ કલ્યાણસિંહ જાડેજા તથા જીતેન્દ્રસિંહ ઝાલા તથા ડ્રા.પો. બ્રિજરાજસિંહ ગોહીલ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.

Translate »
%d bloggers like this: