ઉમરાળા તાલુકા આહીર યુવા સંગઠન દ્વારા આજરોજ ધોળા મુકામે સ્નેહમિલન તેમજ ભવ્ય રક્તદાન કેમ્પનું યોજાયું

ઉમરાળા તાલુકા આહીર યુવા સંગઠન દ્વારા આજરોજ ધોળા મુકામે સ્નેહમિલન તેમજ ભવ્ય રક્તદાન કેમ્પનું યોજાયું

ઉમરાળાના ધોળા ખાતે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ સાથે આહીર સમાજ સ્નેહમિલન ના અધ્યક્ષ સ્થાને શ્રી પેથાભાઈ આહીર(ડિરેક્ટર GIDC ગુજરાત) તથા શ્રી કવાડ સાહેબ(ઉમરાળા તાલુકા પાણી પુરવઠા અધિકારી ) તથા ઉમરાળા તાલુકાના ગામડાઓ માંથી આહીર સમાજના વડીલો આગેવાનો તથા યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં કુલ 152 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યુ હતું

આહીર સમાજના ગત વર્ષના તમામ સ્વર્ગસ્થ પુણ્ય આત્માઓને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પવામાઁ આવી હતી તેમજ આહીર સમાજના સમાજ ઉત્થાન ના કાર્ય સાથે સંકળાયેલી શ્રી સમુહલગ્ન સમિતિ તથા શ્રી જેતબાઈ માઁ મંદિર સમિતિના સભ્યોની હાજરી તથા ખાતર ઉત્પાદન કરતી સંસ્થા ઇફ્કોમાઁ બિનહરીફ પ્રતિનિધિ તરીકે નિમણુંક થયેલ આહીર સમાજના સહકારી આગેવાન લખમણભાઈ ડાંગરનું પણ આ તકે સન્માન કરવામાં આવ્યુ હતું તથા સ્વરુચિ ભોજનનું પણ આયોજન કરવામાં આવેલ હતું આ સમગ્ર કાર્યક્રમના દાતાઓના નામની નોંધ લઇ તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તથા ઉપસ્થિત આગેવાનો તથા યુવાનો દ્વારા સમાજને રક્તદાન જાગૃતિ તથા શિક્ષણ તેમજ સંગઠન બાબતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ હતું

આ વર્ષે વલભીપુર મુકામે સમુહલગ્ન યોજાનાર હોય વલભીપુર આહીર સમાજના પ્રતિનિધિઓ એ હાજર રહી તમામ યુવાનોને આવતા સમુહલગ્નનિ સેવામાં જોડાઈ સમુહલગ્નને સફળ બનાવવા હાકલ કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે હાજર રહેલા તમામ આગેવાનો વડીલો રક્તદાન કરનાર યુવાનો તેમજ આ કાર્યક્રમના દાતાઓનો આહીર યુવા સંગઠન દ્વારા સહૃદયથી આભાર માનવામાઁ આવ્યો હતો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આહીર યુવા સંગઠનના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી તથા આહીર યુવા સંગઠન દ્વારા ફરીથી સહૃદય થી પરવાળા,લંગાળા, ઠોંડા, રંઘોળા,લાખાવાડ, પીપરાળી,ધોળા, ઝાંઝમેર,ખીજડીયા,ટીમ્બી,
ભાવપરા,ઇંગોરાળા,ડેડકડી,લીમડા,વાંગધ્રા તથા પાંચતલાવડા તથા વલભીપુર ગામના આહીર સમાજના વડીલો આગેવાનો તથા રક્તદાન કરનાર તથા કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામનો આભાર માનવામાઁ આવયો હતો

લી…
આહીર યુવા સંગઠન
ઉમરાળા…..

તસ્વીર :- નિલેશ ઢીલા ઉમરાળા+91 98253 72002


અમારી દરેક અપડેટ મેળવો તમારા મોબાઈલ પર નીચેના બેલ આઈકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો દરેક ન્યુઝ તમારા મોબાઈલ પર

Translate »
%d bloggers like this: