આહીર સમાજ આયોજીત રથયાત્રા માં વર્લ્ડ રેકોર્ડ સર્જાવા ની તૈયારી

ભગવાન શ્રી કૃષ્ણ ની કર્મભૂમિ(દ્વારિકા)થી મર્મભૂમિ(ભાલકાતીર્થ) સુધી…

આહીર સમાજ આયોજીત રથયાત્રા માં વર્લ્ડ રેકોર્ડ સર્જાવા ની તૈયારી…

એક સાથે 1100 કાર, 3500 બાઇક સાથે ની રથયાત્રા ક્યારેય નથી નીકળી…

વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા આહીર સમાજ ની ઐતિહાસિક રથયાત્રા નું કરાશે નિરીક્ષણ…

વેરાવળ તા.૦૯
પ્રભાસતીર્થ ની હરિ અને હર ની પાવન ભૂમિ એવા સોમનાથ મહાદેવ ના સાનિધ્યે આવેલ ભાલકાતીર્થ ની પાવન ભૂમિ પર ત્રી-દીવસીય ભાલકેશ્વર મહોત્સવ યોજાશે.

શ્રી ગુજરાત આહીર સમાજ, શ્રી સોમનાથ ટ્રસ્ટ, અને ભાલકા પૂર્ણીમા સમીતી ના સંયુકત ઉપક્રમે તા.૧૦ થી ૧૩ અોકટોમ્બર સુઘી ત્રી-દીવસીય ભાલકેશ્વર મહોત્સવ નુંં ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં આહીર સમાજ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ ના નૂતન દેવાલય પર સુવર્ણશિખરાર્પણ તથા તેમના પર પ્રથમ ઘ્વજારોહણ, ઘર્મઘ્વજ રથયાત્રા, નારાયણયાગ, સત્યનારાયણ પૂજન, ભજન-સંતવાણી સહીત ના વિવિઘ કાર્યક્રમો યોજાશે.

જેમાં આહીર સમાજ દ્વારા ખાસ ભગવાન શ્રીકૃષ્ણ ની કર્મભૂમી એવી દ્વારીકા નગરી થી મર્મભૂમી એવા ભાલકાતીર્થ સુઘી ની ભવ્ય ઘર્મઘ્વજ રથયાત્રા યોજાશે. શ્રીમદ્દ ભાગવતગીતા સાથે ની આ રથયાત્રા માં જોડાવા ગુજરાત ભર માંથી 1100 થી વધુ કાર અને 3500 થી બાઇક ની નોંધણી થઈ છે.ત્યારે આ રથયાત્રા ઐતિહાસિક બનનાર હોય જેની નોંધ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ એ લઈ આ રથયાત્રા નું નિરીક્ષણ કરવા માં આવશે..

નોંધપાત્ર છે કે ગત વર્ષે સુરત માં આહીર સમાજ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માં એક સાથે એક જ સ્થળે એક જ સમાજ ના 501 લગ્ન ની નોંધ કરવી ચુક્યો છે.. ત્યારે ફરી વધુ એક વાર વૈશ્વીક સ્તરે આહીર સમાજ નો ડંકો વાગશે. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા આહીર સમાજ ને અમૂલ્ય તક આપવા માં આવી છે. આ માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સંસ્થા દ્વારા આહીર સમાજ ને કનફર્મેશન લેટર પણ મોકલી આપવા માં આવ્યો છે.

Translate »
%d bloggers like this: