હેડક્વાર્ટસ ખાતે પોલીસ હેડક્વાર્ટસનાં અંદાજે ૭૨૦ જેટલાં જવાનો માટે પોસ્ટલ બેલેટ પેપરથી  મતદાન યોજાયું

રાજપીપલામાં જીતનગર પોલીસ હેડક્વાર્ટસ ખાતે પોલીસ હેડક્વાર્ટસનાં 
અંદાજે ૭૨૦ જેટલાં જવાનો માટે પોસ્ટલ બેલેટ પેપરથી  મતદાન યોજાયું .
જિલ્લા ચૂંટણી અધીકારી આઇ.કે. પટેલે જીતનગર ફેસીલીટેશન
સેન્ટરની મુલાકાત લઇ મતદાન પ્રક્રિયાનું કરેલું નિરીક્ષણ
 નર્મદા જિલ્લામાં તા. ૨૩ મી એપ્રિલના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે મતદાનનાં દિવસે ચૂંટણી ફરજ પર રહેનારાં અધિકારીઓ , કર્મચારીઓ પણ ચૂંટણીપંચની સૂચના મુજબ પોસ્ટલ બેલેટથી મતદાન દ્વારા તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીઆઇ.કે. પટેલનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા રાજપીપલામાં જીતનગર પોલીસ હેડક્વાર્ટર ખાતેના પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે ઉભા કરાયેલા ફેસિલિટેશન સેન્ટર ખાતે યોજાયેલાં મતદાન પ્રસંગે આ કેન્દ્રની જિલ્લા ચૂંટણી અધિકારી આઇ.કે. પટેલે  સવારે મુલાકાત લઇ પોસ્ટલ બેલેટ દ્વારા ચાલી રહેલી મતદાન પ્રક્રિયાનું તેમણે નિરીક્ષણ કર્યું હતું.  જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલની મુલાકાત દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ.આઇ. હળપતિ, પોસ્ટલ બલેટનાં નોડલ અધિકારી અને બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટીના રજીસ્ટ્રાર વિજયસિંહ વાળા, પોસ્ટલ બેલેટનાં મદદનીશ નોડલ અધિકારી અને PRO  એસ.આર. ચૌધરી વગેરે પણ તેમની સાથે જોડાયાં હતાં. આ મતદાન પ્રક્રિયા માટે જિલ્લા વહિવટીતંત્રનાં ૨૫ અને પોલીસ વિભાગનાં ૧૦ જેટલાં અધિકારીઓ / કર્મચારીઓ ફરજ ઉપર તૈનાત કરાયાં હતાં.   માધ્યમો સાથેનાં સંવાદમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી આઇ.કે. પટેલે જણાવ્યું હતું કે, ૧૪૮-નાંદોદ વિધાનસભા મતવિસ્તારનાં અંદાજે ૭૨૦ જેટલા પોલીસ-હોમગાર્ડસ જવાનો માટે ટપાલ મતપત્રો દ્વારા અહીં મતદાનનું આયોજન કરાયું છે. આગામી બે દિવસ દરમિયાન SRP, પોલીસ, હોમગાર્ડસ, ગ્રામ રક્ષક દળ વગેરે જવાનો માટે પોસ્ટલ બેલેટ મતદાનનું આયોજન કરાયું છે, જેમાં.૧૬ મી ના રોજ ટપાલ મતપત્રો દ્વારા જીતનગર પોલીસ હેડક્વાર્ટસ ખાતે અને તા.૧૭ મી એ પણ દેડીયાપાડા આદર્શ નિવાસી શાળા ખાતે ૧૪૯-દેડીયાપાડા મત વિભાગનાં પોલીસ, હોમગાર્ડઝ અને ગ્રામ રક્ષક દળનાં જવાનો માટે ટપાલ પત્ર દ્વારા મતદાન માટેનું આયોજન કરાયું છે. આમ છતાં, આ દિવસોમાં મતદાનથી બાકી રહેલાં અધિકારીઓ / કર્મચારીઓ માટે મતદાનનાં આગલા દિવસે એટલે કે, તા.૨૨ મી એપ્રિલ, ૨૦૧૯ નાં રોજ જે તે ડિસ્પેચીંગ સેન્ટર ખાતે પણ ટપાલ મતપત્ર દ્વારા મતદાન માટેની સુવિધા ઉભી કરવામાં આવશે, તેમ પણ  પટેલે ઉમેર્યું હતું.
રિપોર્ટ :જ્યોતી  જગતાપ , રાજપીપળા
Translate »
%d bloggers like this: