Gujarat

*રક્તદાન મહાદાન*
*શ્રી સમસ્ત બાબર સમાજ રાજુલા જાફરાબાદ* દ્વારા આયોજિત સમૂહલગ્ન પ્રસંગે *બ્લડ ડોનેશન* કેમ્પનું પણ આયોજન રાખેલું છે. લગ્ન પ્રસંગનો માહોલમાં આપણી ખુશીઓની સાથે એવા લોકોને પણ ખુશી આપીએ જેઓને રક્તની જરૂર છે. થેલેસીમિયા થી પીડાતા બાળકો માટે કે અકસ્માતમાં ઘવાયેલા લોકો માટે કે પછી પ્રસૂતા માટે ચાલો રક્તદાન કરીએ અને લગ્ન પ્રસંગની ખુશીઓને વધાવીએ લોકોને ખુશીઓ આપીને…

*માનવ સેવા એજ પ્રભુ સેવા* ની ઉક્તિને સાર્થક કરી બતાવતી રાજુલાની જનતાને તથા રાજુલા તાલુકાના લોકો રક્તદાન કરવા પધારો અને કોઈ ને નવ જીવન બકશો.
*”આપના રક્તનું એક બિંદુ,*
*બનશે કોઈનું જીવન સિંધુ.”*

*સ્થળ:-* હિંડોરણા રોડ બાલ ક્રિષ્ના સ્કૂલ પાસે *શ્રી સમસ્ત બાબર સમાજ રાજુલા જાફરાબાદ* દ્વારા આયોજિત સમૂહલગ્ન પ્રસંગમાં રાજુલા

*તારીખ:-* ૧૨/૦૫/૨૦૧૯ રવિવાર

*સમય:- સવારે ૦૯:૦૦ કલાકથી બપોરના ૧૨:૦૦ કલાક સુધી*

સહયોગ :- અમરેલી રેડક્રોસ સોસાયટી બ્લડ બેંક.