2019 – Bhuj
જામનગરના પદયાત્રીનું ભુજોડી નજીક ટ્રકના પૈડાં નીચે મોતઃ અન્ય બે ગંભીર અકસ્માત
માતા ના મઢે જતાં બે પદયાત્રી અને પદયાત્રીઓને જોવા નીકળેલાં એક કિશોર એમ કુલ 3 લોકોના અલગ અલગ જગ્યાએ માર્ગ અકસ્માત થયાં છે. જેમાં જામનગરના 22 વર્ષના યુવકનું મોત નીપજ્યું છે.
જામનગરના રાંદલનગરમાં રહેતો 22 વર્ષનો હરદિપસિંહ મહિપતસિંહ સોલંકી નામનો યુવક મોટર સાયકલ પર મિત્ર સાથે માતાના મઢના દર્શને આવવા નીકળ્યો હતો. ત્યારે આજે બપોરે દોઢ વાગ્યાના અરસામાં ભુજોડી નજીક તેની મોટર સાયકલ સ્લીપ થઈ ગઈ હતી.
બાઈક પર સવાર બંને યુવકો રોડ પર સામસામી સાઈડમાં પટકાયાં હતા. હરદિપસિંહ રોડ પર પટકાયો તે જ ઘડીએ પાછળ પૂરપાટ વેગે આવી રહેલી ટ્રકના પૈડાં નીચે કચડાઈ જતાં તેનું સ્થળ પર મોત નીપજ્યું હતું. બીજી તરફ, ભચાઉના છાડવારાથી માતાના મઢના દર્શને આવવા નીકળેલાં 55 વર્ષિય પદ્માબેન ઝીણાભાઈ ગરવાને લાખોંદ ચોકડી-શેખપીર વચ્ચે ચામુંડા કેમ્પ પાસે બોલેરો જીપે અડફેટે લેતાં તેમને માથા અને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. પદ્માબેનને જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયાં હતા. તો, આજે બપોરે ત્રણ વાગ્યે દેશલપર પાટીયા નજીક ઘનશ્યામ પેટ્રોલ પંપ પાસે 13 વર્ષના કિશોરને અજાણ્યા મોટરસાયકલ ચાલકે અડફેટે લેતાં તેને ગંભીર ઈજા થઈ છે. ઘાયલ રાહુલ દેવજી જોગી દેશલપરમાં રહે છે. બપોરે તે પદયાત્રીઓને નિહાળવા રોડ પર નીકળ્યો હતો. તે સમયે અજાણ્યા બાઈકચાલકે તેને ટક્કર મારતાં બેશુધ્ધ થઈ ઢળી પડ્યો હતો. બેભાન હાલતમાં તેને જી.કે. જનરલ હોસ્પિટલે ખસેડાયો હતો. તેની હાલત નાજૂક હોઈ હોસ્પિટલે તેને સઘન સારવાર માટે અમદાવાદ રીફર

Translate »
%d bloggers like this: