માહિતી બ્યુરો, ગુજરાતરાજ્ય, જામનગર

 

Email- informationjam@gmail.com ફોન: ૦૨૮૮-૨૫૫૬૮૨૭, ફેક્સ: ૦૨૮૮-૨૬૬૧૨૬૭

 

www.gujaratinformation.net

 

 તા.૦૪-૦૯-૨૦૧૯ સમાચાર યાદી: ૬૩૨

04-09-2019

                                        

 

 

વિજરખી ફાયરીંગ રેન્જમાં અવર-જવર પર પ્રતિબંધ

 

જામનગર તા.૦૪ સપ્ટેમ્બર, તા.૧૬/૦૯/૨૦૧૯થી તા.૧૮/૦૯/૨૦૧૯ દરમિયાનના ૩ દિવસોમાં પોલીસ અધિક્ષકશ્રી, જામનગર હસ્તકની વિજરખી ફાયરીંગ રેંજમાં ફાયરીંગ પ્રેકટીસ હાથ ધરવામાં આવનાર હોય, તેથી આ દિવસો દરમિયાન કોઇ વ્યક્તિએ વિજરખી ફાયરીંગ રેન્જમાં અવર-જવર કરવી નહી તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જામનગર દ્વારા જાહેરનામુ બહાર પાડેલ છે. આ જાહેરનામનો ભંગ કે ઉલ્લંઘન કરનારને અધિનિયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

 

                                               સમાચાર યાદી: ૬૩૩

 

હવામાન વિભાગની આગાહી / ચેતવણી

 

જામનગર તા.૦૪ સપ્ટેમ્બર, હવામાન વિભાગ, અમદાવાદની આગાહી અનુસાર ગુજરાત રીજીયન/ સૌરાષ્ટ્રના ઘણા સ્થળોએ તા.૦૪ સપ્ટેમ્બર ૨૦૧૯થી તા.૦૯ સપ્ટેમ્બર ૨૦૧૯ સુધી હળવાથી મધ્યમ વરસાદ તથા તા.૦૭ સપ્ટેમ્બર ૨૦૧૯થી તા.૦૮ સપ્ટેમ્બર ૨૦૧૯ દરમિયાન ગુજરાત રીજીયન/ સૌરાષ્ટ્રના જામનગર જિલ્લા સહિત અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી / ચેતવણી આપવામાં આવેલ છે. જેથી જાહેર જનતાએ જેની નોંધ લેવા કલેકટરશ્રી જામનગરની એક યાદીમાં જણાવાયું છે. 

 

                                                     

 

 

 

 

 

DIST. INFORMATION OFFICE

       JAMNAGAR 

PHONE NO. 0288 – 2556827, 2679234

 (FAX) 0288 – 2661267 

 

Translate »
%d bloggers like this: