નર્મદા ડેમની ૧૩૫.૦૨ મીટરે ઐતિહાસિક સપાટી વટાવી

નર્મદા ડેમની
૧૩૫.૦૨ મીટરે ઐતિહાસિક સપાટી વટાવી

નર્મદા ડેમમાં ૨,૪૭,૭૫૬ ક્યુસેક
પાણીના ઇનફલો સામે ૨,૧૭,૦૧૪ ક્યુસેક પાણીનો આઉટફલો: ડેમના ૧૫ દરવાજા ખોલ્યા

Livop

૨૪ કલાકમાં ભૂગર્ભ જળ વિદ્યુત મથકના ૬ યુનિટ દ્વારા ૨૮,૭૬૪ અને કેનાલ હેડ પાવર હાઉસના ૪ યુનિટ દ્વારા ૪,૮૧૧ મેગાવોટ વિજ ઉત્પાદન

રાજપીપલા:તા.2

નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ વર્ષાઋતુની મોસમમાં આજે નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર ૧૩૫.૦૨ મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ હતી આજે નર્મદા ડેમના ૧૫ દરવાજા ખુલ્લા હોવાની સાથે ડેમમાં ૨,૪૭,૭૫૬ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૨,૧૭,૦૧૪ ક્યુસેક પાણીનો આઉટફલો નોંધાયો હતો. તા. ૯ મી ઓગષ્ટના રોજ નર્મદા ડેમના દરવાજા સૌ પ્રથમ ખોલાયા ત્યારથી નર્મદા ડેમ સાઇટ ખાતે રિવર બેડ-ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે ૬ યુનિટ આજદિન સુધી સતત વિજ ઉત્પાદન કરી રહ્યા છે અને આજે છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨,૪૭,૭૫૬ મેગાવોટ વિજ ઉત્પાદન થયું છે. જ્યારે C.H.P.H કેનાલ હેડ પાવર હાઉસ ખાતે પણ ૫૦ મેગાવોટના ૪ યુનિટ મારફત છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ૪,૮૧૧ મેગાવોટનું વિજ ઉત્પાદન થયું છે

રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપલા

Translate »
%d bloggers like this: