૭-૧૨ તેમજ ૮-અ ના ઉતારા માટે ખેડૂતોને વેઠવી પડતી મુશ્કેલીઓ

હાલમાં ગુજરાતમાં કૃષિસહાય પેકેજની કામગીરી ચાલુ હોવાથી ખેડૂતોએ આધાર પુરાવા માટે ૭-૧૨ તેમજ ૮-અ રજુ કરવી પડે છે, પરંતુ ગ્રામ્ય લેવલે ઇગ્રામ સેન્ટરમાં ઉતારા નહી મળવાથી ખેડૂતો રજળપાટ કર્યા કરે છે

કૃષિ સહાય યોજનાને ૧૫ દિવસ વિતી ગયા હોવા છતા ખેડૂતો ૭-૧૨ના ઉતારા માટે વલખા મારે છે. આના આધારે કહી સકાય કે દેશ આઝાદ થયો પણ ખેડૂત નહી. જો ખરેખર સરકાર ખેડૂતનું હિત ઇચતી હોય તો આવા સામાન્ય પ્રશ્નો ઉભા ન થાય.

જો ખેડૂતોને ૭-૧૨ ના ઉતારા વગર ફોર્મ ભરવાનું બાકી રહી જશે તો એના જવાબદાર સરકાર રહેશે.અને ફોર્મ ભરવા માટે સમય પણ વધારવો પડશે,તેમજ ગ્રામ્ય લેવલે  E_GRAM સેન્ટરમાં સમય સર સ્ટેશનરી મળી રહે એવી વ્યવસ્થા ઉભી કરવા માંગ કરેલ છે.

Translate »
%d bloggers like this: