સુભાષબ્રિજનું તોડી પડાયેલ મંદિર AMC નહી બનાવે તો વિવાદ વકરશે: VHP

 

સુભાષબ્રિજની નીચે આવેલા વર્ષો જુના મંદિરને એએમસી દ્વારા રાતો રાત કોઈ પણ જાતની નોટિસ વગર તોડી પડાતા લોકોમાં ભારે રોષ

અમદાવાદના સુભાષબ્રિજની નીચે આવેલા વર્ષો જુના મંદિરને એએમસી દ્વારા રાતો રાત કોઈ પણ જાતની નોટિસ વગર તોડી પડાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ રોષને જોતા હિન્દુ સંગઠનો પણ મેદાને આવ્યા છે.

વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત મંત્રી સુરેન્દ્ર જૈને જણાવ્યુ હતુ કે આ ખુબ જ નિંદનીય બાબત છે અને માત્ર મંદિરોને નિશાન બનાવા યોગ્ય નથી. સમગ્ર દેશમાં આ ચાલી રહ્યું છે જે રોકાવું જોઈએ. દિલ્હીમાં ઠેર ઠેર મસ્જીદો છે તેને કેમ હટાવાતી નથી.

ભાજપના ધારાસભ્ય રાકેશ શાહે જણાવ્યુ હતું કે વગર નોટિસે પૌરાણિક મંદિર તોડવું યોગ્ય નથી. કોઈ પણ સરકાર હોય પરંતુ એએમસીએ તે માટે ગાઈડ લાઈન બનાવી જોઈએ. જ્યારે વીએચપીના પ્રવક્તા દક્સેસ મહેતાએ જણાવ્યુ હતું કે જો એએમસી મંદિર નહીં બનાવે તો આકરા પગલા ભરવામાં આવશે. એએમસીને અન્ય ધર્મના ધર્મસ્થાનો કેમ નથી દેખાતા. અનેક જગ્યાઓ ઉપર કબરો તેમજ મસ્જીદો બનાવેલ છે તો દરેકને હટાવવા જોઈએ. એએમસીના અધિકારીઓને તે કેમ દેખાતું નથી તે પણ એક પ્રશ્ન છે . જો આ મંદિર એએમસી દ્રારા નહી બનાવાય તો વીએચપી જાતે મંદિર ઉભુ કરશે.

Translate »
%d bloggers like this: