Gujarat

સાવરકુંડલા ના વંડા ગામે ડીગ્રી વગર ના ડોકટર

અનઅધિકૃત રીતે સારવાર કરતા ઈસમો સામે આરોગ્ય તંત્રનો સપાટો

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.એચ.એફ.પટેલની સુચના અને માર્ગદર્શન નીચે આરોગ્ય શાખા અમરેલીના ડો.એન.વી.કલસરિયા,શ્રી એમ.કે.બગડા,શ્રી એમ.એલ.ચાવડા અને શ્રી બી.વી.પંડયા તથા વંડા પોલીસ સ્ટેશનના શ્રી એ.એચ.મકવાણા તથા શ્રી જી.વી.ખુમાણના સંયુક્ત રીતે સાવરકુંડલાના વંડા ગામે ખાનગી રાહે છાપો મારતા કલ્પેશભાઈ જ્યંતિભાઈ કાનાણી નામનો શખ્સ અનઅધિકૃત રીતે બોગસ ડિગ્રી સાથે માનવીના જીવન સાથે છેડા કરી સારવાર કરતા પકડાયેલ જેમને પોલીસ હવાલે કરી આગળની ધારાસરની કાર્યવાહી કરવામાં આવેલ.આ વિસ્તારમાં આવા ઈસમોમા ગજબનો ફફડાટ ફેલાઈ ગયેલ છે જે યાદીમાં જણાવેલ છે.