Sanodar game

મે.ડી.આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા મે.એસ.પી.શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક એમ.એચ.ઠાકર સાહેબના માર્ગદર્શન હેઠળ ઘોઘા પો.સ્ટે. વિસ્તારમા હાલ અનલોક-૨ અન્વયે પ્રોહિ-જુગારના સફળ કેસો શોધી કાઢવા સારૂ સખ્ત પેટ્રોલીંગ રાખવા સુચના આપેલ હોય જે આધારે પો.સબ.ઇન્સ. પી.આર.સોલંકી સાહેબ એ સ્ટાફના માણસોને સુચના કરેલ હોય આજ રોજ PC કૃષ્ણરાજસિંહ ગોહિલ ને મળેલ ખાનગી રાહે બાતમી હકિકત આધારે કે, સાણોદર ગામની સીમમાં ખારા વિસ્તારમાં વાડી ધરાવતા ભરતસિંહ ઉર્ફે દિગ્વિજયસિંહ જગદિશસિંહ ગોહિલ રહે-સાણોદર વાળાની વાડીએ પ્રોહિ અંગે રેઇડ કરતા એપીસોડ વ્હીસ્કી ૭૫૦ એમએલની બોટલ નંગ-૧૫૧ જેની કિ.રૂ.૪૫,૩૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપીને ડીટેઇન કરી તેનો કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ કરેલ છે.

આ કામગીરીમાં PSI પી.આર.સોલંકી સાહેબની સુચનાથી HC ભગીરથસિંહ ગોહિલ તથા PC હરેશભાઇ ચૌહાણ તથા PC કૃષ્ણરાજસિંહ ગોહિલ તથા PC રધુવિરસિંહ રાયજાદા તથા PC જયપાલસિંહ જાડેજા એ રીતેના સ્ટાફના માણસોએ જોડાયેલ હતા.

Translate »
%d bloggers like this: