શ્રમ અને રોજગાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને યાત્રાધામ વિકાસ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરની અધ્યક્ષતામાં શિક્ષક દિનની ઉજવણી

શ્રમ અને રોજગાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને યાત્રાધામ વિકાસ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરની અધ્યક્ષતામાં શિક્ષક દિનની ઉજવણી

 

……………

તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને અધ્યક્ષશ્રીના હસ્તે અપાશે પારિતોષિક

………………………..

માહિતી બ્‍યુરો, પાટણ

    આજે 0૫મી સપ્ટેમ્બર એટલે કે શિક્ષકદિનની જિલ્લા કક્ષાની ઉજવણી શ્રમ અને રોજગાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને યાત્રાધામ વિકાસ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરની અધ્યક્ષતામાં સવારે ૧૦.૩૦ કલાકે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હૉલ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને અધ્યક્ષશ્રીના વરદ હસ્તે પ્રમાણપત્રો તથા પારિતોષિક આપી સન્માન કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખર શિક્ષણવિદ્ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના માનમાં તેમનો જન્મદિવસ શિક્ષક દિન તરીકે ઉજવાય છે. 

    આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પાટણના સાંસદશ્રી ભરતસિંહજી ડાભી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વિનુભાઈ પ્રજાપતિ, પાટણ જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સહિતના અધિકારીઓ તથા શિક્ષણ સાથે જોડાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહેશે. 

પસંદગી પામેલ શ્રેષ્ઠ શિક્ષકની યાદી

તાલુકા કક્ષા

ક્રમ

શિક્ષકનું નામ

શાળાનું નામ

શ્રી બાબુભાઈ નાગજીભાઈ દેસાઈ

કુવારા પગાર કેન્દ્ર પ્રા.શાળા તા.સિદ્ધપુર

જિલ્લા કક્ષા

શ્રી રાજગોપાલ ઉદયનભાઈ મહારાજા

શ્રી એસ.પી.ઠાકોર સર્વોદય વિદ્યાલય, કાંસા. તા.સરસ્વતિ

શ્રી સુરેશભાઈ સાંકાભાઈ દેસાઈ

ચાણસ્મા પ્રા. કન્યા શાળા તા.ચાણસ્મા

શ્રી નેહાકુમારી પોપટલાલ પટેલ

માંડોત્રી અનુપમ પ્રા. શાળા તા.પાટણ

શ્રી ઉમેદભાઈ ખેતાભાઈ પ્રજાપતિ

શ્રી અંબાજીપુરા પ્રા. શાળા, માસા. તા.હારીજ

 

Translate »
%d bloggers like this: