“વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ સિહોર ખાતે રાસમંજરી-૨૦૧૯ મહોત્સવની ભવ્ય અને ભાતીગળ રીતે ઊજવણી કરાઇ

વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ સિહોર ખાતે રાસમંજરી-૨૦૧૯ મહોત્સવની ભવ્ય અને ભાતીગળ રીતે ઊજવણી કરાઇ…”

સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ ખાતે તારીખ – ૦૫/૧૦/૨૦૧૯ ને શનિવારનાં રોજ રાસમંજરી-૨૦૧૯ મહોત્સવની ખૂબ જ ધામધૂમથી ઊજવણી કરવામાં આવી હતી. જેમાં બાલમંદિર તથા ધોરણ – ૧ થી ૯ અને ૧૧ (આર્ટ્સ, કોમર્સ) નાં વિદ્યાર્થીઓએ હર્ષોલ્લાસથી નવરાત્રીનાં આયોજનમાં ગરબાની રમઝટ બોલાવી હતી.

આ રાસમંજરી-૨૦૧૯ મહોત્સવમાં ત્રણ રાઉન્ડમાં વિદ્યાર્થીઓ તેમજ શાળા પરિવારે સૌથી શ્રેષ્ઠ, વિશાળ અને જાજરમાન રાસગરબાની રમઝટ માણી હતી. આ કાર્યક્રમમાં ટ્રેડિશનલ ડ્રેસ, ગરબા, લય, છટા અને ડાંડીયારાસ માં ઉત્કૃષ્ટ દેખાવ આપનાર વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાનાં સંચાલકશ્રી, આચાર્યશ્રી, ઇ.આચાર્યશ્રી તેમજ સમગ્ર શાળા પરિવારે ભારે જહેમત ઊઠાવી હતી.પી કે મોરડીયા સાહેબ પોતાની યાદીમાં જણાવેલ રિપોર્ટર સૈયદ રજાકશા

Translate »
%d bloggers like this: