શુલપાણના મેળા ટાણે ડુબમાં ગયેલ અસલ મંદિરના ઇતિહાસની સ્મૃતિને તાજી કરતા ભકતો

લપાણના મેળા ટાણે ડુબમાં ગયેલ અસલ મંદિરના ઇતિહાસની સ્મૃતિને તાજી કરતા ભકતો.

અતિ પ્રાચીન મંદિર સરદાર સરોવર નર્મદા યોજનાને કારણે ડૂબમાં જતા આ મૂળ અસલ મંદિરે નર્મદા માં જળ સમાધી લીધી હતી.

નર્મદા માં જળ સમાધી લીધી હતી.

અસલ મૂળ જુનો શૂલપાણેશ્વર મહાદેવનું અતિપ્રાચીન મંદિર જે પાણીમાં ગરકાવ થયેલું તે મંદિર આજે પણ અકબંધ છે.

અસલ મંદિર ની આ જગ્યા તીર્થભૂમિ ભુગુંપર્વત ની જગ્યા માટે જાણીતી હતી.

ભગવાન શંકરે બધા તીર્થમાં સૌપ્રથમ જે તીર્થ સ્વયં નિર્માણ કરેલું તે સ્વયં સ્વયંભૂ પ્રગટેલ શૂલપાણેશ્વર મહાદેવ નું અસલ મંદિર હવે નર્મદા માં ગરકાવ થઇ ગયું છે.

દેત્યો  નો વધ કરવા બાદ રક્તરંજિત ભગવાન શંકરે આ ભૂમિમાં ત્રિશૂલ વડે પ્રહાર કર્યો હતો.તેમાંથી સ્વયંભૂ  ભગવાન શિવલિંગ પ્રગટ થયું હતું જેની પ્રાણપ્રતિષ્ઠા ભગવાન શંકરે જાતે કરી હતી.

અહીં દીધતાંય ઋષિ મુનિના કુળનો ઉત્તર થયો હતો.આ ઉપરાંત કાશી રાજ ચિત્ર ને પણ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી જૂના આ મંદિરમાં સપ્તર્ષિઓ અને પાંડવોએ તપ કર્યું હતું.

નર્મદા તટે ચૈત્રી અમાસનો શુલપાણનો મેળો શરૂ થયો છે, ત્યારે નર્મદા માં ડુબમાં ગયેલ અસલ મંદિરનો ઇતિહાસ ની સ્મૃતિ અને ભક્તો તાજી કરી વાગોળી  રહ્યા છે, જેમાં અસલ નું મૂળ જૂનું શૂલપાણેશ્વર મહાદેવ નું અતિપ્રાચિન મંદિર મહારાષ્ટ્ર રાજ્યના મણિબેલી  ગામે ગુજરાત રાજ્યની સરહદ ઉપર આવેલું હતું, જે અતિ પ્રાચીન મંદિર સરદાર સરોવર નર્મદા યોજનાને કારણે ડુબાણમાં જતા  અસલ મંદિરે નર્મદામાં જળ સમાધી લીધી હતી. આ ક્ષેત્રમાં ભવ્ય મેળો ભરાતો હતો તેનો પ્રાચીન ઇતિહાસ પણ જાણીતો છે. પરંતુ મંદિર ડૂબમાં જવાથી નાંદોદ તાલુકાના ગોરા ગામે નર્મદા નદી થી ૧૬૦ ફુટ  દુર નાની ટેકરી ઉપર રૂપિયા 57 લાખના ખર્ચે મૂળ મંદિરની પ્રકૃતિ આવ્યું તા. 07.05.1994 ના રોજ શિવલિંગ તથા મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

નવા મંદિરે પહેલો મેળો તા  28. 5. 94 થી 11. 5. 94 ભરાયો હતો ત્યારથી આજ દિન સુધી દર ચૈત્ર વદ તેરસથી અમાસ સુધી મેળો ભરાય છે. અમાસે સૌથી મોટો મેળો ભરાય છે. લોકો આજે પણ જુના મંદિર ને ભૂલતા નથી, થોડા વર્ષો પહેલા ઉનાળામાં આખેઆખું મંદિર પાણીમાંથી બહાર આવતું હતું પરંતુ હવે નર્મદા ડેમમાં જળસંગ્રહ વધતા ઉનાળામાં માં ગયેલું મંદિર હવે બહાર આવતું નથી. અને હવે નર્મદા યોજનાને કારણે ડુબાણમાં ગયેલા અસલમાં મૂડ શૂલપાણેશ્વર મંદિર જળસમાધિ લીધી છે. હવે મંદિર બહાર આવતું ન હોવાથી પ્રાચીન સાથે તેનો ઇતિહાસ થઈ ગયો છે, છતાં અહીં ત્રણ નદી  ત્રિવેણી સંગમ જ્યા થાય છે, અને જ્યાં અસલ મૂળ શૂલપાણેશ્વર મંદિર જ્યાં ડૂબમાં ગયું છે તે જગ્યા એમની પાછળના ભાગમાં માં બેસી બોટમાંથી શૂલપાણેશ્વર મહાદેવના દર્શન કરી દૂધથી અભિષેક કરી ભકતો આજે પણ માન્યતા અનુભવે છે.
તીર્થભૂમિ પર્વતની જગ્યા માટે જાણીતી હતી ભગવાન શંકરે બધા તીર્થમાં થી સૌ પ્રથમ જે તીર્થનું નિર્માણ કરેલું છે,  તે સ્વયંભૂ પ્રગટ શૂલપાણેશ્વર મહાદેવ નું અસલ મંદિર હવે નર્મદા માં ગરકાવ થઇ ગયું છે. છતાં આજે પણ પાણીમાં આખું મંદિર અકબંધ છે દૈત્યો  નો વધ કરવા બાદ રક્તરંજિત ભગવાન શંકરે આ ભૂમિ મા ત્રિશૂલ વડે પ્રહાર કર્યો હતો સાથ એક ફુવારા થયો હતો ત્યાર બાદ ધરતીરસાદ  થઈ અને તેમાંથી સ્વયંભૂ ભગવાન શંકર શિવલિંગ પ્રગટ થયું હતું. જેની પ્રાણ પ્રતિષ્ઠા ભગવાન શંકરે જાતે કરી હતી. મંદિરના મહારાજ રવિશંકર મહારાજ ત્રિવેદી ના જણાવ્યા અનુસાર પાણી માં ડૂબી ગયેલું મૂળ મંદિર હજારો વર્ષ પહેલાનું બંધાયેલું હતું, પરંતુ તેનો વારંવાર જીર્ણોદ્ધાર થતો રહ્યો છેલ્લો જીર્ણોદ્ધાર ના રાજા રામસિંહ ના સમયે માં 1973માં કરાયો હતો. નર્મદા પૂરાંણ અને સ્કન્ધ પુરાણમાં આ પૌરાણિક મંદિરનો ઉલ્લેખ છે, વળી જુનું મંદિર પાંડવો નિર્માણ કરેલું તથા આશરે 470 વર્ષ પહેલા મહારાજા પ્રતાપ સિંહતેનો   જીણોદ્રાર કરાવેલો.
ગયા ઋષિ મુનિના કુળનો ઉદ્ધાર થયો હતો.આ ઉપરાંત હીરા ચિત્ર સૈનિક પણ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી જૂના આ મંદિરમાં સપ્તઋષિ ઓને પાંડવો એ તપ કર્યો હતો તથા દેવતાઈ નામના ઋષિએ ખાસી ના ચિત્ર સૈફની દિકરી અનુમતિ ને શ્રાપ આપ્યો હતો આ શ્રાપનું નિવારણ પણ આજ શુલપાનેશ્વર ના તીર્થમાં થયું હોવાનું છે ભલે આજે પાણીમાં છે પણ વિક્રમ સંવત 1825 માનવીના ચલ નામના મહારાજ રાજા સિંહ રાજસી પ્રતાપસિંહના વીરજી સુજાણસિંહ છાસટિયા એ   મંદિરનો જીર્ણોધ્ધાર કરાવેલો હતો. તેનો શિલાલેખ આટલા વર્ષો પછી મંદિરમાં સંગેમરમરની તકતી પર કોતરેલો વાંચતો હતો તે અકબંધ હતો,
આ મંદિર સાથે ઘણો પ્રાચીન ઇતિહાસ સંકળાયેલો છે. રાજપીપળા ના જંગલો અને સાપુતારાના પહાડી વિસ્તારો ને હિડંબા વન તરીકે ઓળખવામાં આવતું હતું. પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન ભેદ તીર્થમાં વાસ કર્યો કર્યા ની કથા એ છે એટલું જ નહીં રામ લક્ષ્મણ સીતા જી એ પણ ચૌદ વરસ વનવાસ દરમિયાન પવિત્ર સ્થળમાં વાસ કર્યો હતો અહીં રામકુંડ , લક્ષ્મણકુંડ , અને સીતા કુંડ પણ હતા..  જા ભગવાન શંકરે ત્રિશૂળ માર્યો હતો ત્યાંથી એ નીકળતી ને તે ગંગા કુંડમાં પડ્યું પડે છે અહીં એક નિર્વાણ શીલા હતી જેનો મહિમા પણ ન હતો.  અહીંના તીર્થમાં રક્ષણ કરતા ગણેશજી હોવાનું કહેવાતું અહીં તપ, સાધન, ઉપાસના, જપ, સ્નાન નું પણ  વિશેષ મહત્વ હતું.
મૂળ શૂલપાણેશ્વર ખાતે દેવ ગંગા અને ભાનુમતિ નદી મળતી હતી ત્યા નર્મદા સાથે ત્રિવેણી સંગમ થતો હતો ત્યારે હજારો ભાવિકો અહીં પવિત્ર સ્નાન કરવા આવતા હતા આજે પણ ભક્તો જ્યાં મંદિર ડૂબમાં ગયું છે અને જ્યાં ત્રણ નદીઓનો ત્રિવેણી સંગમ થાય છે ત્યાં ડેમની પાછળના ભાગમાં બોટમાં બેસીને સંગમ સ્થળે જઇ બોટમાંથી પૂજા કરે છે અસર જૂના મંદિરની આજુબાજુ નાના-મોટા પૌરાણિક સ્થળો આવેલા હતા જેમાં જેમાં દેવ તીર્થ,  ચક્રતીર્થ,  દેવ નદી, નર્મદાજી નો સંગમ,  સીતા કુંડ,  સીતા વાળી,  ભાનુ મતિ કુંડ,  પાપ-પુણ્યની કોઠી,  બ્રહ્મા વિષ્ણુ અને રૂદ્ર કુન્ડો,  દેવશીલા, લોટેશ્વર અને ભૈરવ ટેકરી વગેરે અનેક સ્થળોનું તે વખતે વિશિષ્ટ મહત્વ હતું. જે આજે પાણી માં વિલીન થઈ ગયું છે. અહીં દીર્ઘ તૈયાર ઋષિનો સહિત ઉદ્ધાર થયો હતો તેથી ત્યાં અસ્થિ વિસર્જન નો પણ મહિમા હતો. એમ કહેવાતું હતું કે કાશી રાજ ચિત્ર સૈન્યની અહીંથી વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થઇ હતી. તેને શિવજીએ નંદીઘર બનાવ્યો હતો. મંદિર થી ૫-  ૬ કિમી દૂર મામા અને સીતા વાળી પણ આવેલી હતી જેના મેળા વખતે આ જગ્યાએ લોકો અચૂક મુલાકાત લેતા. જુનું મંદિર આજે ભલે પાણીમાં ગરકાવ થઇ ગયું હોય પણ એના ઇતિહાસ અને આજે પણ લોકો યાદ કરે છે.

રિપોર્ટ :જ્યોતી જગતાપ , રાજપીપળા 

Translate »
%d bloggers like this: