Gujarat

રાજુલા શહેર માંથી આઈ પી એલ જુગાર ઝડપાયો

પ્રેસ નોટ તા.૦૩/૦૫/૨૦૧૯*
*રાજુલા ટાઉન માંથી જાહેરમાં IPL ક્રીકેટ મેચમાં સટ્ટો રમતા ચાર ઇસમોને રૂ.૨૮,૬૬૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી રાજુલા પોલીસ.*
 
*અમરેલી પોલીસ અધિક્ષકશ્રી. નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓએ જીલ્‍લામાંથી સટ્ટા ની બદીને દુર કરવા સટ્ટો રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને ડી. વાય. એસ. પી શ્રી કે. જે. ચૌધરી સા. ના માર્ગદર્શન અન્વયે આજરોજ તા.૦૩/૦૫/૨૦૧૯ ના રોજ રાજુલા પોસ્ટે ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી ડી.એ.તુવર તથા પો સ્ટાફ દ્વારા *રાજુલા ટાઉનમાં જુના રેલ્વે સ્ટેશન પાસે કનૈયા પાન એન્ડ કોલ્ડ્રીકસ ની દુકાનમાં* IPL ક્રીકેટ મેચમાં સટ્ટા નો જુગાર રમતાં ચાર ઇસમોને પકડી પાડી તેની સામે જુગારધારા તળે ધોરણસર કાર્યવાહી કરી

*પકડાયેલ આરોપીઓઃ-*
1⃣ કલ્પેશભાઇ છગનભાઇ કળસરીયા, ઉં.વ.૨૩, રહે.ખોડીયાર નગર, રાજુલા, જી.અમરેલી.
2⃣ રાજેશભાઇ ઉકાભાઇ રાઠોડ, ઉં.વ.૨૭, રહે.ધર્મરાજ સોસાયટી, રાજુલા, જી.અમરેલી.
3⃣ વિશાલભાઇ ભવાનભાઇ કાતરીયા, ઉં.વ.૨૪, રહે.યાદવ ચોક,રાજુલા,  જી.અમરેલી.
4⃣ ઘનશ્યામભાઇ કનુભાઇ ભેડા, ઉં.વ.૩૧, રહે.મફતપરા, રાજુલા, જી.અમરેલી.
.
*પકડાયેલ મુદામાલઃ-*
રોકડા રૂ.૨૧,૬૬૦/- તથા આકડા લખેલ ચીઠ્ઠી તથા ડયરી તથા મોબાઇલ ફોન નંગ-૩, કિં.રૂ.૭,૦૦૦/- મળી *કુલ કિં.રૂ.૨૮,૬૬૦/- નો મુદ્દામાલ*

આ કામગીરી *નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાવરકુંડલા વિભાગ* નાઓના માર્ગદર્શન મુજબ *રાજુલા પોસ્ટે ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી.એ.તુવર તથા પો.સબ.ઇન્સ. શ્રી જી.જી.જાડેજા સા. તથા હેડ કોન્સ. ડી.ટી.વ્યાસ તથા હેડ કોન્સ. બી.ડી.વાળા તથા પો.કોન્સ હરપાલસિંહ વિક્રમસિંહ તથા પો.કોન્સ વનરાજભાઇ જોરૂભાઇ તથા પો.કોન્સ મનુભાઇ રામભાઇ વિ. સ્ટાફ* દ્વારા કરવામાં આવેલ છે.