Gujarat

રાજુલા વીજળી પુરવઠા બાબતે આવેદન

વીજળી પુરવઠો રમજાન મહિના માં ચાલુ રાખવાની રજુવાત કરતું
*સમસ્ત મુસ્લિમ યુવા સંગઠન રાજુલા*

રમઝાન માસ ચાલુ હોય અને અમરેલી જિલ્લામાં તાપમાન ખુબજ ઊંચું હોય જેના લીધે રમઝાન માસમાં રોઝુ રાખનાર રોઝદારને ખુબજ તકલીફ પડે છે ત્યારે રાજુલા જી.ઇ.બી ને તથા રાજુલા જાફરાબાદ મત વિસ્તારના માનનીય ધારાસભ્યશ્રી અંબરીશભાઈ ડેર ને આવેદેનપત્ર આપી નમ્રતા પૂર્વક એક્ટિવ ઇસ્લામિક યુથ સમસ્ત મુસ્લિમ યુવા સંગઠન રાજુલા દ્વારા રજુઆત કરવામાં આવી કે ખાસ રમઝાન માસ પૂરતા જી.ઇ.બી દ્વારા દિવસ દરમિયાન પૂરતો વીજ પુરવઠો રાજુલા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં મળી રહે અને કાપના દિવસોમાં પણ રાહત આપવામાં આવે અને જરૂર પડ્યે રિપેરિંગ કામ સવારના સમયમાં પૂરું કરવું.
જી.ઇ.બી ના શ્રી નાયબ ઈજનેર સાહેબ કે.કે. સોલંકી દ્વારા ખાતરી આપવામાં આવી કે રમઝાન માસ દરમિયાન વીજ કાપ બને ત્યાં સુધી નહીં કરવામાં આવશે અને રીપેરીંગ કામ હશે તો પણ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં વીજ પુરવઠો ફરી ચાલુ કરી દેવામાં આવશે. ત્યારે ધારાસભ્ય શ્રી રાજુલા જાફરાબાદ અંબરીશભાઈ ડેર દ્વારા પણ જી.ઇ.બી ઓફીસ ને સૂચના આપવામાં આવેલી કે રમઝાન માસ માં વિજકાપ ન કરવો. આ બાબતે એકટિવ ઇસ્લામિક યુથ સમસ્ત મુસ્લિમ યુવા સંગઠન રાજુલા દ્વારા નાયબ ઈજનેર શ્રી કે.કે.સોલંકી સાહેબ તથા ધારાસભ્યશ્રીનો આભાર માનવામાં આવ્યો.