રાજપીપળા ખાતે આમૂલ સંગઠન ના આદિવાસી ઓએ ચુંટણી નો કર્યો બહિષ્કાર

રાજપીપળા ખાતે આમૂલ સંગઠન ના આદિવાસી ઓએ ચુંટણી નો કર્યો બહિષ્કાર

નર્મદાના ગામડાઓને અલગ ગ્રામ પંચાયતની માંગ સાથે 314 ગામ લોકોમા આક્રોશ જાગ્યો

રાજપીપળા, તા 23

 

આમૂલ સંગઠન દ્વારા છેલ્લા કેટલાક વખતથી નર્મદાના 300 થી વધુ ગામોને સ્વતંત્ર પંચાયતોનો દરજ્જો આપવાની માંગ કરી રહયા હતા તે અનુસંધાને ગ્રામ પંચાયતનો દરજ્જો આપવાની માંગ કરી રહયા હતા જેમા 314ગ્રામ પંચાયતનો દરજ્જો નહી મળતા ગ્રામજનોએ ચુટણી બહિષ્કારની જાહેરાત કરી હતી જે માંગ ન સંતોષતા આજે રાજપીપળા ખાતે કલેકટર કચેરી સામે આમૂલ ના પ્રમુખ મહેશ વસાવા ની આગેવાની સાથે ધરણા નો કાર્યક્રમ યોજી સુત્રોચ્ચાર કરી મતદાન નો બહિષ્કાર કરી મતદાન થી અળગા રહેતા રાજકીય પક્ષો અને ઉમેદવારોમા ફફડાટ ફેલાયો હતો

મહેશ વસાવા એ જણાવ્યું હતું કે અમારા ગામને સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજ્જો નહીમળે તોલોકસભા ની ચુટણીમા મતદાન નહી કરવાનો નીર્ણય લઈ ને ગ્રામજનોએ ચૂંટણી ટાણે તંત્રનુ નાક દબાવ્યુ હતું
આ અંગે ઉમરવા જોશી ગામના આગેવાન રણજીત તડવી જણાવ્યુ હતું કે અમારા ગામ ઉમરવા જોશી અને ગોરા માંડણ મોટા આંબા ગ્રુપ ગ્રામ પંચાયતમા આવે છે આ મોટા આંબા ગામ અમારા ગામથી 14 કીમી દૂર આવેલુ છે વિવિધ કામો માટે 14 કીમી સુધી દૂર જવુ પડતુ હોઈ અમારો દીવસ અને સમય બગડે છે , અમારા ગામનો કોઇ વિકાસ થયો નથી , ગોરા માંડણ ગામના ચીનકૂવા ફળીયાના લોકોને 2 થી 3 કીમી ચાલીને પીવાનુ પાણી લેવા જવુ પડે છે . આઝાદીના 70 વર્ષ પછી પણ પીવાના પાણીની સુવીધા આ ફળિયાને મળી નથી , આવી ગંભીર સમસ્યા સહિત વિકાસના કોઇ કામો અમારા ગામમા થયેલ નથી તેથી આમૂલ સંગઠન દ્વરા આ અંતે તંત્રને લેખિત રજૂઆત પણ કરી હતી. છતા કોઇ નિરાકારણ આવેલ ન હોવાથી અમારા ગ્રામજનોએ આગામી લોકસભાની ચુટણી બહિષ્કારકર્યો છે

બહિષ્કાર ને જિલ્લાનુ મતદાનની ટકાવારી નીચુ આવવાની શક્યા નકારી શકાતી નથી .

મહેશ વસાવા , પ્રમૂખ , આમૂલ સંગઠન

રિપોર્ટ :
જ્યોતી જગતાપ , રાજપીપળા

Translate »
%d bloggers like this: