મુસાફરોની સુવિધામાં વધારો થાય તે હેતુથી એસ.ટી.નિગમ દ્વારા શરૂ કરવામાં આવી પ્રીમિયમ બસ સર્વિસ
મુસાફરોની સુવિધામાં વધારો થાય તે હેતુથી એસ.ટી.નિગમ દ્વારા શરૂ કરવામાં આવી પ્રીમિયમ બસ સર્વિસ
ભાવનગરથી અમદાવાદ દિવ સુરત અને બોરીવલી સુધી એસી વોલ્વો, એસી સ્લીપર, એસી વોલ્વો સીટર તેમજ એસી 2×2 સીટરની સેવાઓનો કરાયો પ્રારંભ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો થાય તે હેતુ થી ભાવનગર ખાતેથી વિવિધ સ્થળોએ પહોંચવા માટે પ્રીમિયમ બસો જેવી કે A/C વોલ્વો, A/C સ્લીપર, A/C વોલ્વો સીટર, A/C 2×2 સીટરની પ્રીમિયમ બસ સેવાઓ શરૂ કરવામાં આવેલ છે.
જે બસો ભાવનગરથી અમદાવાદ,રાજકોટ,દીવ,સુરત તેમજ બોરીવલી સુધી પોતાની સેવાઓ આપશે જેમાં ભાવનગરથી અમદાવાદ, રાજકોટ તથા દીવ A/C 2×2 પુશબેકનો તેમજ સુરતથી દીવ વાયા ભાવનગર તથા પાલીતાણા થી બોરીવલી A/C સ્લીપર કોચની સેવાઓનો પ્રારંભ કરાયો છે.
વધુમાં ઓનલાઇન બુકિંગ કરાવનારા યાત્રીઓને 6% સુધીના ડિસ્કાઉન્ટનો લાભ મળશે તેમજ ઓનલાઇન ટિકિટ બુક કરાવવા માટે નિગમની વેબસાઈટ www.gsrtc.in અથવા એન્ડ્રોઇડ ફોનમાં પ્લેસ્ટોરમાં GSRTC નામની એપ પરથી ટિકિટ બુક કરી શકાશે તેમ વિભાગીય નિયામકશ્રી એસ.ટી ભાવનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.