માનસિક દિવ્યાંગ બહેનો માટેના “મહિલા કલ્યાણ દિવસ” ની ઉજવણી કરાઇ

મહિલા સશક્તિકરણ પખવાડિયા” અંતર્ગત

માનસિક દિવ્યાંગ બહેનો માટેના ” મહિલા કલ્યાણ દિવસ ”  ની ઉજવણી કરાઇ

મહેસાણા

 મહિલા સશક્તિકણ પખવાડીયા અંતર્ગત માનસિક દિવ્યાંગ બહેનો માટે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી જિલ્લા કલેકટર એચ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને કરાઇ હતી.

માધુર્ય ભવન, મંદબુદ્ધિ કન્યાશ્રમ કડી ખાતે કલેક્ટરશ્રી એચ. કે. પટેલ ના અધ્યક્ષ સ્થાને મહિલા કલ્યાણ દિવસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં માનસિક દિવ્યાંગ બહેનોને  એમ.આર.કીટ અને નિરામયા હેલ્થ પોલીસી તથા વૃદ્ધજનો ને સ્ટીક કલેક્ટરશ્રી એચ.કે.પટેલના હસ્તે આપવામાં આવી હતી

આ કાર્યક્રમમાં કડીના મામલતદાર મહેશભાઈ ગોસ્વામી,  cwc ના ચેરમેન વિષ્ણુભાઈ ચૌધરી, માધુર્ય ભુવન ના સિસ્ટર એલ્સા,  જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જે.જે. ચૌધરી બાળ સુરક્ષા અધિકારી કે.બી.વાણીયા ઉપસ્થિત રહયા હતા. આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી મહેસાણા અને બાળ સુરક્ષા કચેરી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

માહિતી વિભાગ મહેસાણા

સુનીલ બ્રમ્હભટ્ટ મહેસાણા

Translate »
%d bloggers like this: