નાનપણમાં માતાની છત્રછાયા ગુમાવનાર પુત્રએ યુવાનીમાં વૃદ્ધ પિતાનો સાથ છોડી દીધો.

તારીખ=૨૯/૦૬/૨૦૨૦ના રોજ મહુવા તાલુકાના તરેડી ગામમાં ઉપર વાસમાં પડેલ ભારે વરસાદના કારણે નદીમાં ઘોડાપૂર આવેલ.ખેતમજુરી કરતા લોકો સજના સમયે ઘેર પરત ફરતા હોય છે પરંતુ કુદરત કયારેક લોકોને રસ્તામાંજ રજળતા મુકી દે છે.

મજુરી કામ કરી ઘરે પરત ફરતા લાલાભાઈ હરિભાઈ ગુજરીયાને મોત ભેટી ગયું.

લાલાભાઇએ નાનપણમાં માતાની છત્રછાયા ગુમાવી હતી તેથી લાલાભાઇને તેના પિતા હરીભાઇએ મંજુરી કરી દીકરાને મોટો કરેલ અને ઘડપણમાં સહારો બનશે તેવી આશા કુદરતે છીનવી લેતા હરીભાઇ ગુજરીયા ઉપર આભ તુટી પડયુ હોય તેવી આફત આવી પડી છે, તેથી આ સરકાર નિરાધાર બનેલ હરીભાઇ ગુજરીયાને યોગ્ય સહાય આપે એવી માંગ.
આ અઘટીત બનાવ બનાવાનું મુખ્ય કારણ આ નદીમાં પુર આવે ત્યારે લોકોને નદી પાર કરવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે.મંજુરી કામેથી સાંજે ઘરે પરત ફરતા લાલાભાઈ હરીભાઇ ગુજરીયા ઉંમરવર્ષ {૨૫} નદીના પાણીમાંથી રસ્તા ઉપરથી પસાર થતા તણાયેલા અને બે ત્રણ કિલોમીટર દૂર સથરા પાછે ખાખી બાપુની મઢી નજીક મૃત હાલતમાં મળી આવ્યા હતા, સથરાના સેવાભાવી ઉપ સંરપચશ્રી હાલુભા અને અન્યોએ બહાર કાઢી જાણ કરેલ, તેથી તરેડી ગામના હરપાલસિંહ.ખેડુત આગેવાન ભરતસિંહ.ઉપ સરપંચ અનીરૂધ્ધસિહ.રવીરાજસિહ બી વિગેરે સ્થળ પર અને મહુવા હોસ્પિટલમાં પી.એમ વિગેરે કરાવી લાશને અંતિમવિધિ માટે તરેડી મોકલી આપેલ છે.આ બનાવથી તરેડી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Translate »
%d bloggers like this: