મતગણતરીના દિવસે જાહેરમાં ચાર વ્યક્તિઓના એકઠા થવા પર તથા મતગણતરી કેન્દ્રમાં મોબાઇલ ફોન અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતા જિલ્લા કલેકટરશ્રી હર્ષદ પટેલ

Harshad patel coleteor

મતગણતરીના દિવસે જાહેરમાં ચાર વ્યક્તિઓના એકઠા થવા પર તથા મતગણતરી કેન્દ્રમાં મોબાઇલ ફોન અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતા જિલ્લા કલેકટરશ્રી હર્ષદ પટેલ

Harshad patel coleteor
ભાવનગર, તા.15
ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. તે મુજબ તા.૨૩/પ/૨૦૧૯ ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવનાર હોય મતગણતરી મથકમાં પ્રવેશ પર નિયંત્રણ કરવા સારુ મતગણતરીના દિવસે મતગણતરી સ્થળની આજુબાજુના વિસ્તારમાં અસામાજિક/અનઅધિકૃત તત્ત્વો પ્રવેશ ન કરે અને મતગણતરીનું કામ શાંતિથી થાય, કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને મતગણતરી મથકે મતદાનની ગુપ્તતા જાળવવા મતગણતરીના દિવસે મતગણતરી પૂરી થાય ત્યાં સુધી કાયદો અને વ્યવસ્થા જાળવવા મતગણતરીના સ્થળે કોઇપણ વ્યકિતને સેલ્યુલર ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ, મોબાઇલ ફોન સાથે પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ જિલ્લા કલેક્ટર હર્ષદ પટેલ દ્વારા બહાર પાડવામાં આવેલ છે.


જે અન્વયે મતગણતરી સ્થળ અને તેની આજુબાજુમાં 200 મીટર સુધીના વિસ્તારમાં મતગણતરીના દિવસે સવારના કલાક 6-00થી મતગણતરી પૂરી ન થાય ત્યાં સુધી ચાર કે તેથી વધુ માણસોએ રાજ્યમાર્ગો ઉપર, શેરીઓમાં, ગલીએામાં કે પેટા ગલીઓમાં એકઠા થવું નહીં, સભાઓ ભરવી નહીં. મતગણતરીના સ્થળે સલામતી દળ દ્વારા કોર્ડન કરાયેલ પ્રતિબંધિત વિસ્તારમાં કોઇ પણ વ્યકિતએ મતગણતરીના દિવસે સેલ્યુલર ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ, મોબાઇલ ફોન વગેરે ઉપકરણો સાથે લઇ જઇ શકશે નહી અને તેનો ઉપયોગ કરી શકશે નહી.
આ હુકમ ભાવનગર શહેરમાં આવેલ સરકારી એન્જિનિયરિંગ કોલેજ, વિદ્યાનગર ખાતે રાખવામાં મતગણતરી કેન્દ્ર તથા તેની આજુબાજુના 200 મીટરમાં આવેલ વિસ્તારને લાગુ પડશે. આ આદેશનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-188 હેઠળ સજાને પાત્ર થશે.

Avatar

Pd Dabhi

Pd Dabhi Ceo:-LIVECRIMENEWS આપની આસપાસ બનતી દરેક ઘટનાને મોકલી આપો અમારા સુધી ફોટા વિગત વિડીયો અમારા ઈમેલ કે વોટ્સએપ પર pddabhitalaja@gmail.com 9714577186

Read Previous

સરકારી કચેરીઓમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓને એકઠા થવા પર પ્રતિબંધ

Read Next

કેવડીયા માં નર્મદાની મુખ્ય કેનાલ પાસે યુવતીનો મૃતદેહ મળી આવતા ચકાચાર

Translate »
%d bloggers like this: