ભાવનગર : આજે જિલ્લામા ૧૮ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૨૦ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૪,૭૦૧ કેસો પૈકી ૭૩ દર્દીઓ હાલ સારવાર હેઠળ
ભાવનગર, તા.૨૫ : ભાવનગર જિલ્લામા આજરોજ ૧૮ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪,૭૦૧ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૨ પુરૂષ અને ૪ સ્ત્રી મળી કુલ ૧૬ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા મહુવા ખાતે ૧ તેમજ વલ્લભીપુર તાલુકાના મેવાસા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૨ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.
જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૧૬ અને તાલુકાઓના ૪ એમ કુલ ૨૦ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૪,૭૦૧ કેસ પૈકી હાલ ૭૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૪,૫૫૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૮ દર્દીઓનુ અવસાન થયેલ છે.
Translate »
%d bloggers like this: