ભારતીય સમાજ માટે 15મી ઓગસ્ટથી મોટો કોઈ તહેવાર નથી

ભારતીય સમાજ માટે 15મી ઓગસ્ટથી મોટો કોઈ તહેવાર નથી..આ દિવસે આઝાદ થયેલો 

આ દેશ હવે વિશ્વગુરુ બનવાના માર્ગે છે

ભારતના મુગટ જેવા જમ્મુ અને કાશ્મીરને 370મી કલમની બેડી માં થી મુક્તિ મળી એના થી ઉત્સવનો આનંદ વધ્યો

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે સાવલી ખાતે કરાવ્યું ધ્વજ વંદન.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની જન કલ્યાણ કામગીરીની આપી જાણકારી

વડોદરા તા.૧૫ ઓગષ્ટ, ૨૦૧૯ (ગુરુવાર) રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે ૭૩માં આઝાદી દિવસે સાવલી ખાતે જિલ્લા કક્ષા ના કાર્યક્રમમાં ધ્વજ વંદન કરાવ્યું હતું અને રાષ્ટ્રધ્વજને આદરપૂર્વક સલામી આપવાની સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતુ અને સહુને સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવી હતી.તેમણે સ્વતંત્રતા અપાવનારા દેશના સપૂતોને વંદન કરવાની સાથે જણાવ્યું કે ૧૫મી ઓગસ્ટ થી વધુ મોટો કોઈ તહેવાર દેશ અને સમાજ માટે હોઈ ના શકે. આ આઝાદીના લીધે જ વિકાસના દ્વાર ખુલ્યા છે.વિશ્વ યોગ સહિતના ભારતીય વારસા ને સ્વીકારી રહ્યું છે અને પ્રધાનમંત્રીશ્રીના યશસ્વી નેતૃત્વ હેઠળ ભારત વિશ્વગુરુ બનવાના માર્ગે છે.

ભારતીય સમાજ માટે 15મી ઓગસ્ટથી મોટો કોઈ તહેવાર નથી

જમ્મુ અને કાશ્મીરને 370મી કલમ અને 35a ની સાંકળો માં થી પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ મુક્તિ અપાવી એનો આનંદ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે ભારતના આ મુગટ જેવા પ્રદેશના લોકોને હું વિશેષ અભિનંદન પાઠવું છું.તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના દુરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાત સમતોલ અને સુઆયોજિત સર્વ ક્ષેત્રીય વિકાસના માર્ગે છે.

તેમણે છેલ્લા દશ વર્ષ દરમિયાન રાજ્યના સામાજિક ન્યાય અને વિકાસ વિભાગની અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિઓના તેમજ અપંગો,વૃદ્ધો,નિરાધારોના કલ્યાણની કરવામાં આવેલી નોંધપાત્ર કામગીરીની વીગતો આપતાં જણાવ્યુ કે વિધાનસભા ની જાહેર હિસાબ સહિતની સમિતિઓએ રૂા. ૪૪૬ કરોડની સહાયથી વાદી, મદારી, ભરથરી, લુહારીયા સહિતની વિચરતી જાતિના લાભાર્થીઓ માટે આવાસો બાંધવાના અને આંબેડકર આવાસ યોજનાના સુગ્રથિત અમલ માટેની વિભાગની કામગીરીને વખાણી છે અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી તેમજ સરકારને અભિનંદન આપ્યા છે. તેમણે જણાવ્યું કે, અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓને પહેલાં શિષ્યવૃત્તિઓનો લાભ ઘણો મોડો મળતો હવે શાળા પ્રવેશોત્સવમાં જ શિષ્યવૃત્તિઓનો લાભ આપી દેવામાં આવે છે. આ જાતિના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ સરળતાથી કરવા માટે રૂપિયા પંદર લાખનું ધિરાણ આપવાની યોજનાને પગલે આ જાતિના વિદ્યાર્થીઓ વિદેશમાં ભણતા થયા છે.

તેમણે સાવલીના ધારાસભ્ય શ્રી કેતન ઇનામદાર અને સાંસદ રંજનબેન ભટ્ટને રાજ્ય સરકારની યોજનાઓના લાભ અપાવી સાવલીને વિકાસની નવી ઊંચાઈએ લઈ જવા માટે અને જિલ્લા કલેક્ટર અને ટીમ વડોદરા ને મુખ્યમંત્રી ના સેવા સેતુ કાર્યક્રમના અમલમાં વડોદરાને મોખરે રાખવા માટે અભિનંદન પાઠવ્યા હતા.

????????????????????????????????????

તેમણે જણાવ્યું કે વડોદરા જિલ્લા પ્રશાસને પાણી પુરવઠા ને સરફેસ વોટર આધારિત બનાવવાનું આયોજન કર્યું છે અને રૂ.૫૭૦ કરોડ થી વધુ રકમના ખર્ચે મહી અને નર્મદા જળ આધારિત યોજનાઓ અમલી બનાવી છે. ડેસર અને સાવલી તાલુકાઓ માટે આવી યોજનાઓ બનાવવામાં આવી રહી છે.

આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે સિન્ડિકેટ મેમ્બરશ્રી સત્યેન કુલાબકર સહિત વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ મેળવનારાઓ અને ૧૦૮ સહિતની સેવાઓ,અભયમ હેલ્પ લાઇન, આરોગ્ય, શિક્ષણ જેવા ક્ષેત્રોના કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ૮૦૦ થી વધુ બાળકોએ યોગ અને દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા અને શૌર્ય નૃત્ય દ્વારા શહીદ આરીફ પઠાણને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં સાંસદ શ્રીમતિ રંજનબેન ભટ્ટ,ધારાસભ્ય શ્રી કેતન ઇનામદાર,પૂર્વ વુડા અધ્યક્ષ શ્રી નારાયણ પટેલ, શ્રી સતીસ પટેલ સહિત પદાધિકારીઓ,જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કિરણ ઝવેરી, જિલ્લા પોલીસ વડાશ્રી તરુણ કુમાર અને ઉચ્ચ અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. 

Translate »
%d bloggers like this: