ભારતીય બનાવટનો દારૂનો જથ્થો ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને આગામી તા.૦૪/૦૬/૨૦૧૯ ના રોજ ભાવનગર શહરેમાં નિકળનાર ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા અનુસંઘાને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ જુગારની બદી નાશ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તાનરમાં દારૂ જુગારની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાાન પેટ્રોલીંગ હેડ કોન્સ. જીતેન્દ્રસિંહ ઝાલા તથા કલ્યાણસિંહ જોરૂભા જાડેજા ને સયુંકત બાતમીરાહે એવી હકિકત મળેલ છે. કે અગાઉ ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂના ગુન્હાઓ માં પકડાયેલ ઇસમ શકિતસિંહ ચકુભા રાયજાદા રહે. ખાટડી તા. ઘોઘા વાળાએ હિલપાર્ક સામેના ભાગે આવેલ સીદસર બાયપાસ રોડ એન્જીનીયરીંગ સામે ના ભાગે રોડ ઉપર ઇલે. થાંભલો ઉપર લાખણકા-૧૧૪ વીએઆર લખેલ છે. અને સર્વે નંબર-૯૧ સામે રોડ પછીની સરકારી પડતર જમીનમાં ગટર લાઇનનું કામ શરૂ છે. તે ગટર લાઇનની ટાંકી ઓમાં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો ભરેલો પડેલ છે. અને તે દારૂનો જથ્થો શકિતસિંહ ચકુભા રાયજાદા રહે.ખાટડી વાળા ત્યાંથી સગેવગે કરવાની તૈયારીમાં છે. તેવી હકિકત મળેલ હોય જે હકિકતની આઘારે સદરહું જગ્યા ઉપર રેઇડ કરતા ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો અલગ અલગ બ્રાન્ડની પેટીઓ નંગ-૧૧૦ જેમાં (૧) BLUE BLAZER RESERVE WHISKY ૭૫૦ M L ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૬૦૦ (ર) DOLPHIN DELUXE WHISKY ૭૫૦ M L ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૭૨૦ મળી કુલ બોટલ નંગ-૧૩૨૦ કુલ કિ.રૂ.૩,૯૬,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ અને વરતેજ પોલીસ સ્ટેશનમાં આરોપી શકિતસિંહ ચકુભા રાયજાદા રહે. ખાટડી વાળા વિરૂધ્ધમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એન.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ જીતેન્દ્રસિંહ ઝાલા તથા કલ્યાણસિંહ જાડેજા પો.કો. રાજેન્દ્રસિંહ સરવૈયા તથા ઇમ્તીયાજખાન પઠાણ તથા વિઠ્ઠલભાઇ બારૈયા તથા તરૂણભાઇ નાંદવા તથા મનદિપસિંહ ગોહિલ વિગેર સ્ટાફના માણસો જોડાયા હતા.

Translate »
%d bloggers like this: