*ભારતીય બનાવટની પરપ્રાંતીય દારૂની અલગ અલગ બ્રાંન્ડની કુલ બોટલ નંગ-૧૬ કિ.રૂ.૭૦૦૦/- નો મુદ્દામાલ પકડી પાડતી ઢસા પોલીસ ટીમ*

*ભારતીય બનાવટની પરપ્રાંતીય દારૂની અલગ અલગ બ્રાંન્ડની કુલ બોટલ નંગ-૧૬ કિ.રૂ.૭૦૦૦/- નો મુદ્દામાલ પકડી પાડતી ઢસા પોલીસ ટીમ*

મ્હે.પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાજદીપસિંહ નકુમ સાહેબ નાઓએ બોટાદ જીલ્લામાં પ્રોહી/જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબૂદ કરવા અંગે આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ઢસા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર શ્રી આર.કે.પ્રજાપતિ સાહેબ તથા સ્ટાફના માણસોએ ચોક્કસ બાતમી આધારે ગઢડા તાલુકાના પાટણા(માલજીના) ગામે રહેતા ભગીરથસિંહ છોટુભા ગોહીલ ના રહેણાંક મકાને રેઈડ કરી તેના કબ્જા ભોગવટાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ-૧૬ કિં.રૂા.૭૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી મજકુર ભગીરથસિંહ છોટુભા ગોહીલ રહે.પાટણા(માલજીના) તા.ગઢડા વાળો મકાને હાજર મળી આવેલ ન હોય મજકુર વિરૂધ્ધ પો.કોન્સ. નિતેશભાઇ ગઢવી એ પ્રોહીબિશન ધારા હેઠળ ફરીયાદ આપી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે….

*આ કામગીરીમાં ઢસા પો.સ્ટે.ના ઈન્ચાર્જ પો.ઈન્સ. શ્રી આર.કે.પ્રજાપતિ સાહેબ તથા હેડ કોન્સ. શક્તિસિંહ ગોહીલ તથા પો.કોન્સ. નિતેશભાઇ ગઢવી તથા પો.કોન્સ. દિગ્વિજયભાઇ પટગીર તથા વિપુલભાઇ મકવાણા તથા પો.કોન્સ. લાલભાઇ ખેર વિગેરે જોડાયા હતા.*

Translate »
%d bloggers like this: