બોટાદના વ્યાપારી યુવાનને હનિટ્રેપમાં ફસાવી પાંચ લાખની ખંડણી માંગતી “ માહિ ગેંગ “ ને ઝડપી પાડતી બોટાદ પોલીસ ટીમ

 

ગઇ તા. ૨૪/૧૨/૨૦૧૯ ના રોજ બોટાદ શહેરના વ્યાપારી યુવાન અને પાળીયાદ રોડ ઉપર સુદર્શન નામની દુકાન ધરાવી ચશ્માનો ધંધો કરતા ભાર્ગવભાઇ નવનિતભાઇ પંચાલને માહી તેમજ અન્ય ઇસમોએ મળી પ્રેમ જાળમાં ફસાવી પુર્વ આયોજીત ગુન્હાહીત કાવતરૂ કરીને અપહરણ કરી ગેર કાયદેસર અટકાયત કરી મૃત્યુ નીપજાવવાના ભયમાં મુકી છરી બતાવી રૂ. ૨૦,૦૦૦/- એ.ટી.એમ માંથી ઉપાડાવી અશ્વિલ ફોટા પાડી રૂપિયા ૫,૦૦ ૦૦૦/- ની ખંડણી માંગી ભાગી ગયેલ હોવાની વેપારી યુવાન ભાર્ગવભાઇ નવનિતભાઇ પંચાલે બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવતા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓએ ગુન્હાની ગંભીતા ધ્યાને લઇ આ ગુન્હાના આરોપીઓને પકડી પાડવા આપેલ સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાજદિપસિંહ નકુમ સાહેબના માર્ગદર્શન હેઠળ બોટાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરશ્રી આર.બી.કરમટીયા તથા એલ.સી.બી પોલીસ ઇન્સપેકટરશ્રી ટી.એસ.રીઝવી તથા એસ.ઓ.જી પોલીસ ઇન્સપેકટરશ્રી એચ.આર.ગોસ્વામી તથા પોલીસ સબ ઇન્સપેકટરશ્રી એમ.જે.સાગઠીયા તથા સ્ટાફના માણસો સાથે મળી વ્યાપારી યુવાનને હનિટ્રેપમાં ફસાવનારને ગણત્રરીના કલાકોમાં ઝડપી પાડી પ્રશંસનિય કામગીરી કરેલ છે.

આરોપીઓ :- (૧) માહિ ઉર્ફે નીધી ઉર્ફે નયના વા/ઓ પ્રવીણભાઇ સરવૈયા રહે. મુળ ગામ સાંકરડી તા.જી. બોટાદ હાલ સુરત

(૨) પ્રકાશ ઉર્ફે પોપટ રમેશભાઇ ચૌહાણ રે.બોટાદ ખોડીયાર નગર-૧ હરભોલે સોસાયટી

(૩) વિજયભાઇ નાનજીભાઇ ચૌહાણ રહે.બોટાદ વિજય સોસાયટી ખારામાં

(૪) પ્રદિપ ઉર્ફે પલ્લુ હરજીભાઇ વાળારહે.બોટાદ વિજય સોસાયટી ખારામાં

(૫) હસમુખભાઇ ઘનશ્યામભાઇ શેખ રહે. ચારેય બોટાદ

(૬) આનંદ ઉર્ફે હાંડો ગોબરભાઇ બારૈયા રહે. બોટાદ ખોડીયાર નગર-૧

(૭) મુન્નાભાઇ રામકુભાઇ માલા રે.સાકરડી તા.જી.બોટાદ

(૮) જય ભરવાડ રહે.રંઘોળા તા.ઉમરાળા જી.ભાવનગર હાલ રહે.સુરત

(૯) યોગી ગેસ્ટ હાઉસ- ૨ ના મેનેજર જાદવભાઇ કરશનભાઇ બાંભણીયા રહે.બોટાદ

 

આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ:- (૧) આ કામની સ્ત્રી આરોપી માહિ ઉર્ફે નિધી ઉર્ફે નયના પ્રવિણભાઇ સરવૈયા વિરૂધ્ધમાં પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો કલમ ૩૦૨ મુજબ ખુનનો ગુંન્હો નોંધાયેલ છે.

(૨) આરોપી પ્રકાશ ઉફે પોપટ રમેશભાઇ ચૌહાણ વિરૂધ્ધમાં બોટાદ પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુંન્હો નોંધાયેલ છે

ગુન્હાની રીત :- માહિ નામથી અજાણ્યા નંબરથી સિલેક્ટેડ યુવાનોને ફોન કરી પોતાની પ્રેમ જાળમાં ફસાવી જે તે નિશ્વિત જગ્યાએ લઇ જઇ પકડી અન્ય મિત્રો દ્વારા પકડાઇ જઇ બંન્નેના મોબાઇલમાં અશ્વિલ ફોટા અને વિડીયો બનાવી વાયરલ નહિ કરવાના બહાને મોટી રકમની ખંડણી માંગવાની ટેવવાળા છે. જેથી આ અથવા તો અન્ય બીજા કોઇથી તમામ જનતાને બોટાદ પોલીસ દ્વારા સાવચેત રહેવા અને ખોટા પ્રલોભનોમાં નહિ ફસાવા ખાસ અપીલ કરવામાં આવે છે.

Translate »
%d bloggers like this: