બાબરા તાબેના ઉંટવડ ગામની સીમમાંથી ટોરસ ટ્રકમાં જુના ફ્રીજના પાર્સલની આડમાં છુપાવેલ વિદેશી દારૂની પેટી નંગ-૭૩૨, કુલ કિ.રૂ. ૪૧,૯૧,૮૦૦/- ના મુદ્દામાલ ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા બાબરા પોલીસ

ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદ્તર બંધ કરવા સારૂ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર સાહેબે ઝુંબેર ઉપાડેલ હોય જે અન્વયે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે ગઇકાલે સાંજના સમયે આર.આર. સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમાર સાહેબને મળેલ બાતમી આધારે બાબરા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ.શ્રી જી.ડી.આહીર સાહેબ તથા આર.આર.સેલના સ્ટાફના તથા બાબરા પો.સ્ટે. સ્ટાફના માણસોએ બાબરા તાલુકાના ઉંટવડ ગામની સીમમાં જુજરભાઇ નુરદીન ત્રવાડી ના કબજા ભોગવટા વાળુ ભડીયુ (કવારી) ખાતે રેઇડ કરતા ત્યાં હાજર ત્રણ-ચાર ઇસમો નાસી ગયેલ અને ત્યાં પડેલ ટોરસ ટ્રક નં KA-01-AE-5856 માં ફ્રીજના પાર્સલ નીચે વિદેશી દારૂનો જથ્થો છુપાવેલ હોય જે જુદી-જુદી બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારુની પેટી નંગ-૭૩૨, દારુની બોટલ નંગ -૮૭૮૪ કી.રુ. ૩૧,૯૧,૭૦૦/-તથા ટ્રક એક કી રુ.૧૦,૦૦,૦૦૦/- તાડપત્રી ૧ કી.રુ.૧૦૦/- વિ. મળી કૂલ કી.રુ. ૪૧,૯૧,૮૦૦/- નો મુદામાલ પકડી પાડેલ હતો અને ઉપરોકત દારૂનો જથ્થો મંગાવનાર કાળુ ચીતલીયા ઉર્ફે ભનુભાઇ દાદભાઇ ખાચર રહે-જસદણ વાળો તથા ટ્રક માલીક તેમજ ટ્રકના ડ્રાઇવર સહિત તમામ ઇસમો વિરૂધ્ધ બાબરા પો.સ્ટે.ના હેડકોન્સ. લલીતભાઇ એમ. શ્રીમાળી નાઓએ પ્રોહી. એકટ તળેની ફરીયાદ આપી બાબરા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

  આ કામગીરીમાં આર.આર.સેલ.ના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ડી.ડી.પરમાર સાહેબની સુચના તથા માર્ગદર્શન મુજબ બાબરા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જી.ડી.આહીર સાહેબ તથા આર.આર.સેલ સ્ટાફ તથા બાબરા પો.સ્ટે.નો સ્ટાફ જોડાયો હતો.

Translate »
%d bloggers like this: