પ્રોહીબીશનના ગુન્હામાં વોન્ટેડ અમરેલી જીલ્લાનો લીસ્ટેડ બુટલેગરને ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ.

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, ભાવનગર રેન્જ નાઓએ જીલ્લાઓમાં ગુમ થયેલ બાળકો તથા સગીર વયની યુવતીઓને શોધી કાઢવા તેમજ ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે રેન્જના તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય
જે સુચના અન્વયે આર.આર.સેલ, ભાવનગર રેન્જના તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો ગુમ થયેલ બાળકો તથા સગીર વયની યુવતીઓની તથા નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે ગત રાત્રીના પાલીતાણા ટાઉન પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં-૧૧૧૯૮૦૪૨૨૦૦૮૪૮ /૨૦૨૦ પ્રોહી. કલમ ૬૫ એ,ઇ, ૧૧૬(બી), ૮૧, ૯૮(૨) વિ.મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ જસુભાઇ ઉર્ફે જસકુભાઇ બિચ્છુભાઇ વાળા ઉ.વ.૪૫ રહેવાસી-રાજુલા, ગોકુલનગર, રાજુલા જી-અમરેલી વાળાને તેના ઘરેથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સારૂ રાજુલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
મજકુર ઇસમ અમરેલી જીલ્લા ખાતેનો લીસ્ટેડ બુટલેગર છે અને ભુતકાળમાં બે વખત પાસામાં જઇ આવેલ છે.

આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ. બાર સાહેબની સુચનાથી સ્ટાફના હેડકોન્સ. જીતેન્દ્રભાઇ મકવાણા તથા જયેશભાઇ ધાધલ તથા ડ્રાઇવર હેડકોન્સ. મહેન્દ્રભાઇ ભુવા વિગેરે જોડાયા હતા.

Translate »
%d bloggers like this: