પીપાવાવ બંદર થયું રેસ્ક્યુ

અમરેલી : જાફરાબાદ તાલુકા ના (પીપાવાવ બંદરે) શિયાલબેટ ગામ ની ઘટના
મધ દરિયે ટાપુ પર આવેલુ છે શિયાળબેટ
મહિલા ને પ્રસુતિ થતા દરિયા માથી રેસ્ક્યુ:-

શિયલબેટ ગામમાં અધૂરા મહિને ડિલિવરી નો દુઃખાવો ઉપાડતા ત્યાં રહેલ મેડિકલ ટીમે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. H.F. પટેલ સાહેબ તથા THO ડૉ. J.H. ગૌસ્વામી સાહેબ ને જાણ કરતા મેડિકલ ઓફિસર I.J. મોરી ને જાણ કારી પ્રાથમિક સારવાર સારી મળી રહે તે માટે 108 એમ્બ્યુલન્સ મોકલવા જણાવેલ
તારીખ :13/06/2019 ને સવારે 09:22 ના સમયે 108 ને જાણ થતાં શિયલબેટ જવા માટે રવાના થઈ ગયેલ, તરત જ 108 ના ઉપરી અધિકારી પ્રોગ્રામ મેનેજર શ્રી જયેશ કરેના સાહેબ તથા સંજય ઢોલા સાહેબે જણાવેલ કે જલ્દી શિયલબેટ જેટી પર હજાર રહો
ત્યાર બાદ 108 એમ્બ્યુલન્સ માં અશોક મકવાણા, ભરત શિયાળ, મહાવીર માનજરીયા તેમજ ડૉ. જે.પી. મૂછડીયા ( એમ.ડી. ગાયનેક ) 108 એમ્બ્યુલન્સ દ્વારા જેટી પર હાજર રહેલા, ત્યારબાદ NDRF ની ટીમ તથા કોસ્ટ ગાર્ડ RBSK MO. ડૉ. મોરસિયા, mphw. જગદીશભાઈ, FHW. હમીદાબેન તથા કાજલબેન, આશાવૉર્કેર તેજુબેન સાથે દર્દી ને જેટી પર સહીસલામત લઈ આવેલ, ત્યારબાદ સમયસૂચકતા દાખવી 108 ની ટીમે એમ્બ્યુલન્સ માં લઇ રાજુલા સરકારી હોસ્પિટલ જવા માટે રવાના થઈ ગયેલ, હોસ્પિટલ તરફ જતા દર્દી ને ડાબી બાજુ સુવડાવી ઓક્સીજન તેમજ આઈ.વી.ફ્લુઇડ આપી , પલ્સ, રેસપીરશન, બ્લડ પ્રેસર, દર પાંચ- પાંચ મિનિટે ચેક કારેલ, અને ડિલિવરી કીટ તથા બાળક માટે નેઓનેટલ સારવાર માટે ના જરૂરી સાધન સામગ્રી હાજર રાખેલ
તેમજ ત્યાં રહેલ પોલીસ સ્ટાફ તેમજ અન્ય રહેલ ટીમ તથા સ્ટાફે પુરેપુરો સહકાર તથા યોગદાન આ જીવ બચાવવામાં આપેલ છે.
તેમજ 108 એમ્બ્યુલન્સ ની આગળ પીપાવાવપોલીસ અધિક્ષક સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન હેઠળ PSI એમ.એમ.પરમાર તથા જી.જે.મોરી તથા પોલીસ સ્ટાફ પોલીસ સ્ટાફ ની ગાડી રહી રાજુલા સરકારી હોસ્પિટલ સુધી ટ્રાફિક ની સમસ્યા ને દૂર રાખી હતી.
રાજુલા સરકારી હોસ્પિટલમાં 11:38 ના સમયે પહોંચી ગયેલ અને ત્યાં શિફ્ટ કર્યા બાદ ડો. જે.પી. મૂછડીયા (એમ.ડી. ગાયનેક ) તથા સ્ટાફ દ્વારા નોર્મલ ડિલિવરી કરાવેલ, અને બાળકી નો જન્મ થયેલ, તેમનું વજન અંદાજે 3 કિલોગ્રામ જેટલું છે, અને બંને ની તબિયત સહીસલામત છે
દર્દી નું નામ : હંસાબેન બીજલભાઈ બાલડીયા ઉમર : 32 વર્ષ ડિલિવરી 4

Translate »
%d bloggers like this: