પાકિસ્તાન તરફથી આવેલું વિદેશી વિમાન ભારતીય સરહદમાં ઘૂસ્યું


જયપુર ભારતીય સરહદમાં આજે ખોટા માર્ગેથી ઘૂસેલા એક વિદેશી વિમાનને વાયુસેનાના એર ડીફેન્સ સિસ્ટમે ઈન્ટરસેપ્ટ કરતા તાત્કાલિક એક્શન લઈને વિમાનને જયપુર એરફિલ્ડ પર લેન્ડ કરવા મજબૂર કર્યું હતું હાલમાં વિમાનના પાયલટની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમને પૂછવામાં આવી રહ્યું કે કયા કારણોસર તેમણે નિર્ધારિત કરેલો માર્ગ છોડીને વિમાનને ખોટા રૂટ પર ઉડાવ્યું આ એન્ટોનાવ એન-12 વિમાન જ્યોર્જિયાનું છે વિમાન પાકિસ્તાનના કરાંચીથી દિલ્હીવાળા રૂટ પર ઉડાન ભરવા માટે મંજૂરી આપવામાં આવી હતી પરંતુ અધવચ્ચે વિમાનનો રસ્તો બદલવામાં આવ્યો વિમાન ભારતીય સરહદમાં ઉત્તરી વિસ્તાર ગુજરાત તરફ આગળ વધ્યું હતું સારી વાત એ છે કે વાયુસેનાના એર ડિફેન્સ સિસ્ટમે વિમાનને રડાર પર પકડી પાડ્યું હતું

Translate »
%d bloggers like this: