પત્રકારો પર કરેલા લાઠીચાર્જ મામલે સમગ્ર રાજ્યના પત્રકારો લાલઘૂમ

જુનાગઢ પોલીસે કવરેજ કરી રહેલા પત્રકારો કરેલા લાઠીચાર્જ મામલે સમગ્ર રાજ્ય
ના પત્રકારો લાલઘૂમ…પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી કાયદેસર કાર્યવાહી કરવા
પત્રકારોએ વિરમગામ નાયબ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું

જૂનાગઢ મા મંદિરની ચૂંટણી નું કવરેજ કરી રહેલા મિડીયાકર્મી ઓ પર લાઠીચાર્જ
કરનારા પોલીસ અઘિકારીઓને સસ્પેન્ડ કરી કાયદેસર કાર્યવાહીની માંગ સાથે
વિરમગામ,માંડલ,દેત્રોજ સાણંદ ના પત્રકારો એ વિરમગામ નાયબ કલેક્ટર ને આવેદનપત્ર
પાઠવ્યું.

વિરમગામ ખાતે અમદાવાદ જિલ્લા મિડીયા ક્લબ દ્વારા આપેલ આવેદન પત્ર મા જણાવ્યું હતું કે  ગુજરાતમાં લોકશાહીના ચોથા સ્થંભ સમાન પ્રેસ અને મીડિયાની આઝાદી જોખમમાં મુકાઇ ગઈ હોઇ તેમ લાગે છે. ગઇકાલે તા.૧૨/૦૫/૨૦૧૯ ના રોજ જૂનાગઢમાં રાધારમણદેવ ટેમ્પલ બોર્ડની ચુંટણીનું મતદાન યોજાયું હતું જ્યાં સાંજે ૫ કલાકે મતદાન પૂર્ણ થયા બાદ દેવ પક્ષના એક સ્વામી વિવેક સાગર સ્વામી ઉપર એક શખ્સે હુમલો કર્યો હતો. જે ઘટના પોલીસની હાજરીમાં બની હોવાનો સ્વામીએ આક્ષેપ કર્યો હતો

. હુમલાખોર શખ્સની પોલીસે અટક કરીને પોલીસવાનમાં લઈ જઈ રહી હતી ત્યારે એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ મધુભાઈ એ.વાળાએ શુટિંગ કરવાની નાં પાડી મિડીયાકર્મીઓના કેમેરાને ધક્કો મારી દીધો હતો.તેવામાં ત્યા કવરેજ કરી રહેલા
મિડીયા કર્મીઓ પર એકાએક પી.એસ.આઇ ઝાલા સહીત ૫ થી વઘુ પોલીસ કર્મીઓ દ્વારા ન્યૂઝ ચેનલ ના પત્રકારો- કેમેરામેન પર ત્યાં હાજર અન્ય પોલીસકર્મીઓએ કોઇપણ
જાતના આદેશ વગર મીડિયાકર્મીઓ ઉપર લાઠીઓ વરસાવી હતી જેમા પોલીસે ખાનગી ચેનલના
કેમેરા અને લાઇવ કીટ પણ તોડી પાડી હતી. આ ઘટના સમયે એક ડીવાયએસપી પણ હાજર હતા.તેમ છતાં તેમણે આ નિંદનીય ઘટના અટકાવી શક્યા ન હતા.ત્યારે લોકશાહીના ચોથા સ્તંભ સમા પત્રકારો- મિડીયાકર્મીઓ પોલીસ દ્વારા બેફામ લાઠીઓ વરસાવતા સમગ્ર
ગુજરાતમા પત્રકાર આલમ મા ભારે રોષ વ્યાપ્યો છે. અમદાવાદ જિલ્લા મિડીયા ક્લબના વિરમગામ માંડલ દેત્રોજ સાણંદ સહિત જીલ્લાના પ્રિન્ટ અને ઇલેકટ્રીક
મીડીયાકર્મીઓ આ સમગ્ર ઘટના ને વખોડી કાઢે છે. 


જો આ પ્રકારે જ ૫ત્રકારો અવારનવાર ગેરવર્તણુંક-દાદાગીરી  અને લાઠીચાર્જ વધતા
બનાવોથી ચોથી જાગીરનો પાયો જ હચમચી જશે જે તંદુરસ્ત લોકશાહી માટે કોઇપણ કાળે
હિતાવહ નથી. જેથી અમદાવાદ જીલ્લા મિડીયા કલબ આ૫ સમક્ષ માંગ કરીએ છીએ કે જુનાગઢ મા પોલીસ દ્વારા  ૫ત્રકારો પર લાઠીઓ વરસાવનાર ૫ થી વઘુ પોલીસ ને સસ્પેન્ડ કરી શખ્ત કાર્યવાહી થાય તેવી અમદાવાદ જિલ્લા મિડીયા ક્લબ ના પત્રકારો માંગણી કરી રહ્યા છીએ .જો આગામી દિવસોમાં ૫ત્રકારો ઉ૫ર થતા હુમલા અને ગેરવર્તન કરનાર
પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી શખ્ત કાર્યવાહી અને ૫ત્રકારોની સુરક્ષા માટે
યોગ્ય કાયદો ઘડવામાં નહી આવે તો સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરી સરકાર સામે
આંદોલન કરવાની ફરજ ૫ડશે. સાથે પત્રકારોમાં ભારોભાર રોષ વ્યાપ્યો હતો

પીયૂષ ગજ્જર,રિપોર્ટર,વિરમગામ

Translate »
%d bloggers like this: