નોરતાના સપરમા દિવસોમાં કચ્છમાં યમરાજાની લટારઃ 3 બાળક સહિત 8નાં મોત

નોરતાના સપરમા દિવસોમાં કચ્છમાં યમરાજાની લટારઃ 3 બાળક સહિત 8નાં મોત

ભુજમાં દ્યશક્તિની આરાધનાના સપરમા પર્વ નવરાત્રિની ચોતરફ હર્ષોલ્લાસભેર ઉજવણી થઈ રહી છે તે વચ્ચે આજે જિલ્લામાં અકસ્માત અને આપઘાતના વિવિધ 8 બનાવમાં 5 વર્ષના બાળક અને 26 વર્ષના યુવકથી લઈ 61 વર્ષના વૃધ્ધના અકાળે મોત નીપજ્યાં છે.
મૃતકોમાં માસુમ બાળક, એક કિશોરી-એક કિશોર સહિત 3નો સમાવેશ થાય છે. જોઈએ તમામ ઘટનાની વિસ્તૃત વિગતો.
♦વડવાકાંયા-ફૂલરા સીમમાં પવનચક્કીએ મજૂરનો ભોગ લીધો

નખત્રાણા તાલુકાના વડવા (કાંયા)-ફૂલરા સીમમાં સુઝલોન કંપનીની પવનચક્કીના કેબલનું કામ કરી રહેલાં બે રાજસ્થાની મજૂરોને એકાએક વીજ કરંટ લાગ્યો હતો. જેમાંથી એકનું રસ્તામાં અધવચ્ચે મોત નીપજ્યું હતું. બનાવ આજે બપોરે 2 વાગ્યાના અરસામાં બન્યો હતો. મરણ જનાર 30 વર્ષિય સવાઈસિંગ વડવાની સીમમાં પવનચક્કીના કેબલનું કામ કરતા હતા ત્યારે એકાએક જોરદાર કરંટ લાગ્યો હતો. સવાઈસિંહ સાથે ભગવાનસિંગ નામના અન્ય એક શ્રમિકને પણ કરંટ લાગ્યો હતો. બંનને ગંભીર હાલતમાં માનકૂવાના સરકારી દવાખાને ખસેડાયાં હતા. હાલત ગંભીર હોઈ બેઉને ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાતા હતા ત્યારે રસ્તામાં અધવચ્ચે સવાઈસિંગનું મોત નીપજ્યું હતું. 55 વર્ષિય ભગવાનસિંગ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. બંને શ્રમિક રાજસ્થાનના જૈસલમેરના ફતેગઢના ડાંગરી ગામના રહીશ છે.

♦ભીમાસરમાં ગાંધીધામના ધોબી દુકાનદારે આપઘાત કર્યો

અંજાર તાલુકાના ભીમાસર ગામ નજીક રોડની બાજુની બાવળની ઝાડીઓમાં 40 વર્ષિય યુવકે ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. મરનાર યુવક મેઘપર બોરીચીની ઓમ રેસીડેન્સીમાં રહેતો જયંતીભાઈ ગોપાલભાઈ ખાટવા (ધોબી) હોવાનું બહાર આવ્યું હતું. મૃતક જયંતી ગાંધીધામની લીલાશા કુટિયા નજીક ડ્રાય ક્લિનીંગ અને કપડાં ધોવાની દુકાન ચલાવતો હતો. તેના છ ભાઈઓ પણ અલગ અલગ સ્થળે આ વ્યવસાય સાથે સંકળાયેલાં છે. આર્થિક ભીંસથી જયંતીએ આપઘાત કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બનાવ અંગે પ્રાથમિક તપાસ કરનારાં અંજારના હેડ કોન્સ્ટેબલ સુખદેવસિંહ ઝાલાએ જણાવ્યું કે, મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી છે પરંતુ અક્ષર ઉકલ્યાં ના હોઈ આપઘાતનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી.

♦લોરિયામાં 26 વર્ષના ભાનુશાલી યુવકે ગળેફાંસો ખાધો

ભુજ તાલુકાના લોરિયા ગામના વાડીવિસ્તારમાં રહેતા શંભુલાલ નારણ ભાનુશાલી નામના 26 વર્ષિય યુવકે રહેણાંક મકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ આજે સવારે 8 વાગ્યાથી સાંજે 4ના અરસામાં ગમે ત્યારે બન્યો હતો. મરનાર શંભુનું 3 વર્ષ અગાઉ પાલારા જેલ નજીક એક્સીડેન્ટ થતાં તેને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં લાંબો સમય સુધી તે બેભાનાવસ્થામાં રહ્યો હતો. કોમામાંથી બહાર નીકળ્યા બાદ ઈજાના કારણે તે માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયો હતો. સંભવતઃ માનસિક અસ્થિરતાથી કંટાળી તેણે આ અંતિમ પગલું ભરી લીધું હોઈ શકે. બનાવની તપાસ ભુજ બી ડિવિઝનના હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ધરડા કરી રહ્યા છે.

♦ખારીરોહરની તરુણી ઘરના પાણીના ટાંકામાં ડૂબી ગઈ

ગાંધીધામ નજીક આવેલા ખારીરોહર ગામે પીરકોલોનીમાં રહેતી 16 વર્ષની હિના D/o ગનીભઈ ફરાડ નામની તરુણીની ઘરના પાણીના ટાંકામાં તરતી લાશ મળી આવી હતી. બનાવ ગઈકાલે સાડા દસના અરસામાં પ્રકાશમાં આવ્યો હતો. સંભવતઃ અકસ્માતે તે પાણીના ટાંકામાં ખાબકીને મૃત્યુ પામી હોવાની શક્યતા છે.
રિપોર્ટ અસઞર માંજોઠી નાગ્રેચા કચ્છ

Translate »
%d bloggers like this: