નર્મદા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો થયેલો પ્રારંભભરૂચ સંસદીય બેઠકનાં ઉમેદવાર મનસુખભાઇ વસાવા સહિતના મહાનુભાવોએ જિલ્લાનાં વિવિધ મતદાન કેન્દ્રો ખાતે કર્યું મતદાન

નર્મદા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો થયેલો પ્રારંભ
ભરૂચ સંસદીય બેઠકનાં ઉમેદવાર મનસુખભાઇ વસાવા સહિતના
મહાનુભાવોએ જિલ્લાનાં વિવિધ મતદાન કેન્દ્રો ખાતે કર્યું મતદાન

જિલ્લાના વિકલાંગ-દિવ્યાંગ અને તનથી અશક્ત પણ મનથી સશક્ત મતદાતાઓએ
પણ લોકશાહીનાં મહાપર્વમાં ભાગ લઇ વ્હીલચેરનાં સહારે કર્યું મતદાન શતાયુ વટાવી ચૂકેલા ગુલવાણીનાં ૧૦૨ વર્ષીય લાડકીબેન તડવીએ પરિવારનાં
સભ્યો સાથે મતદાન કરીને મતદાનથી અળગા રહેતાં મતદારોને પ્રેરક રાહ ચીંધે છે
રાજપીપળા–

 

– નર્મદા જિલ્લામાં લોકશાહીનાં મહાપર્વની આજે થયેલી ઉજવણીના ભાગરૂપે ૨૧-છોટાઉદેપુર (અ.જ.જા) લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ૧૪૮-નાંદોદ વિધાનસભા મતવિસ્તારમાં તેમજ ૨૨-ભરૂચ લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ૧૪૯-દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારમાં યોજાયેલા મતદાનનો આજે સવારે શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો.

અત્રે નોંધનીય છે કે, નર્મદા જિલ્લામાં ઉક્ત બંને વિધાનસભા વિસ્તારો માટે ૧૮૭ સેવા મતદારો સહિત કુલ- ૪,૨૭,૬૭૯ મતદારો નોંધાયેલા છે અને ઉક્ત બંને બેઠકની ચૂંટણી સ્પર્ધામાં રહેલાં ૨૫ ઉમેદવારોનું ભાવિ ઘઢી કાઢવામાં નર્મદા જિલ્લાનાં મતદારો ભાગીદાર બનશે. ભરૂચ સંસદીય મત વિસ્તારની બેઠકનાં ઉમેદવાર મનસુખભાઇ વસાવાએ આજે સવારે રાજપીપલા શહેરની એમ.આર. હાઇસ્કુલ (રાજેન્દ્ર હાઇસ્કુલ) ખાતે મતદાન મથક ૧૬૨/૩૧૩ રાજપીપલા – ૧૯ મતદાન કેન્દ્ર ખાતે તેમનાં મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું. તેવી જ રીતે નાંદોદનાં ધારાસભ્યપી.ડી. વસાવાએ નાંદોદ તાલુકાનાં ભુછાડ ગામની પ્રાથમિક શાળાના મતદાન કેન્દ્ર ખાતે મતદાન કર્યું હતું. જ્યારે રાષ્ટ્રીય અનુસુચિત જનજાતિ આયોગનાં સભ્ હર્ષદભાઇ વસાવાએ નાંદોદ તાલુકાનાં સુંદરપુરા પ્રાથમિક શાળા ખાતે મતદાન મથક નંબર ૨૦૬ / ૩૧૩ ખાતે તેમના ધર્મપત્નિ શ્રીમતી હેમાબેન વસાવાએ તેમનાં પરિવારનાં સભ્યો મતદાન કર્યું હતું. તદ્ઉપરાંત નર્મદા જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીઆઇ.કે. પટેલે પણ કરજણ કોલોની – વડીયાનાં મતદાન મથક નંબર- ૧૮૯/૩૧૩ માં નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી ખાતેનાં મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું હતું.
રાજપીપલામાં કરજણ કોલોની- ૧ વડીયાના નિવાસી ૨૩ વર્ષીય દિવ્યાંગ આરીફખાન મોહંમદ સૈયુબખાન પઠાણે જિલ્લા પંચાયત નજીક કરજણ કોલોની – વડીયા (સીટી) મતદાન મથક નંબર- ૧૮૯/૩૧૩ વડીયા કોલોની ખાતે મતદાન કર્યું હતુ. લોકશાહીનાં આ મહાપર્વની ઉજવણીમાં ભાગ લેવા બદલ ગૌરવ અનુભવતા આરીફખાન જણાવે છે કે, આ અગાઉ મેં એકવાર મતદાન કર્યું હતું અને આજે મેં વ્હીલચેરમાં બેસીને મતદાન કરવા આવ્યો છું. ત્યારે સૌએ અચૂક મતદાન કરવું જોઇએ તેવો સંદેશ તેમણે આપ્યો છે. તેવી જ રીતે કરજણ કોલોનીમાં રહેતા ૫૭ વર્ષીય વડીલ નિવસીંગભાઇ હિંમતભાઇ રાઠવા પોતે શરીરે અશક્ત હોવા છતાં વ્હીલચેરમાં બેસીને મતદાન કરવા આવ્યાં હતાં. આમ, તનથી અશક્ત પણ મનથી સશક્ત એવા નિવસીંગભાઇએ મતદાન કરીને સૌ કોઇને અચૂક મતદાન માટેની પ્રેરણા આપી છે.
દિવ્યાંગ મતદારોની સાથે સાથે જિલ્લામાં નોંધાયેલાં શતાયુ મતદારોમાં પણ મતદાન માટેનો ઉત્સાહ જણાયો હતો. આઝાદી બાદ ૧૯૫૧-૫૨ થી આજદિન સુધી યોજાયેલી ગ્રામ પંચાયતથી લઇને વિધાનસભા-લોકસભાની તમામ ચૂંટણીઓમાં મતદાન કરનાર ગરૂડેશ્વર તાલુકાનાં ગુલવાણી ગામનાં ૧૦૨ વર્ષીય લાડકીબેન નાગજીભાઇ તડવીએ પણ તેમના પરિવારનાં સભ્યો સાથે ગુલવાણીના મતદાન કેન્દ્ર ખાતે મતદાન કર્યું હતું. આમ, દિવ્યાંગોની સાથોસાથ જિલ્લાનાં શતાયુ મતદારોએ પણ મતદાનમાં ભાગ લઇને કોઇપણ કારણ વિના મતદાનથી અળગા રહેતાં મતદારોને અચૂક મતદાન માટેનો પ્રેરક સંદેશો આપ્યો છે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપળા

Translate »
%d bloggers like this: