ત્રાપજ બંગલા પાસે વાડીમાંથી શંકાસ્પદ જવલનશીલ પદાર્થનો જથ્થો ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.

ભાવનગર જીલ્લામાં બાયોડિઝલના અનઅધિકૃત વેચાણ અને હેરફેરના ગેરકાયદેસર ચાલતા ધંધાઓ સામે કાર્યવાહી કરવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને કરવા સુચના આપેલ હતી.
   જે અનુસંધાને ભાવનગર એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.બી.જાડેજા સાહેબ તથા ભાવનગર એસ.ઓ.જી. ટીમ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતી અને મળેલ બાતમી આધારે ભાવનગર-રાજકોટ રોડ, ત્રાપજ બંગલા પાસે ૬૬ કે.વી. GETCO સબ સ્ટેશન પાસે સર્વે નંબર ૧૮૬ પૈકી ૩ ની વાડીમાંથી મહેશભાઇ નંદરામભાઇ જાળેલા રહેવાસી ત્રાપજ તા. તળાજા જી. ભાવનગર વાળાને તેની વાડીએ બનાવેલ સેડ તથા વાડીમાંથી શંકાસ્પદ *જ્વલનશીલ પદાર્થ અંદાજે ૮૭૩૦ લીટર કિ.રૂ।.૩,૩૪,૮૦૦/- તથા ફરનેશ ઓઇલ અંદાજે ૧૩૦૦ લીટર કિ.રૂ।.૧૩૦૦૦/- મળી કુલ રૂપિયા ૩,૪૭,૮૦૦/- નો* શંકાસ્પદ જવલનશીલ પ્રવાહી ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કરી મજકુર સામે કાયદેસર કાર્યવાહી કરી અલંગ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. તેમજ *આગળની કાર્યવાહી માટે પુરવઠા વિભાગ તથા તળાજા મામલતદાર અને સ્ટેટ GST ને જાણ કરવામાં આવેલ છે*
        અત્રે ઉલ્લેખનીય એ છે કે, આ અગાઉ પણ ભાવનગર એસ.ઓ.જી. તથા ભાવનગર જીલ્લા પોલીસ દ્રારા શંકાસ્પદ જવલનશીલ પ્રવાહી બાયોડિઝલ તથા અન્ય ઇંઘણ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરેલ હતી
      આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા સાહેબ તથા એસ.ઓ.જી.ના હેડ કોન્સ. ઓમદેવસિંહ ગોહિલ તથા પ્રદિપસિંહ ગોહિલ તથા બલવિરસિંહ જાડેજા તથા વિજયસિંહ ગોહિલ તથા ડ્રાઇવર પોલીસ કોન્સ. ભગીરથસિંહ રાણા તથા ભોજાભાઇ ભલાભાઇ જોડાયા હતા.
Translate »
%d bloggers like this: