તળાજા નાં સુમતીનાથ સોસાયટી માંથી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો પેટી નંગ-26, બોટલ નંગ-૩૧૨ કિ.રૂ ૯૩,૬૦૦/- નો મુદામાલ ઝડપી લઇ ગણના પાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર જીલ્લા ઇન્ચાજઁ પોલીસ અધિક્ષક શ્રી ડી.ડી.ચૌધરી સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ/જુગારની બદીનેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો તળાજા પો.સ્ટે. વિસ્તારમાં દારૂ/જુગાર પકડવા અંગે પેટ્રોલીંગમાં હતા. બાતમી રાહે હકીકત મળેલ કે, મુકેશભાઇ મગનભાઇ શિયાળ રહે.દિનદયાળનગર ખારો, તળાજા તથા મુકેશભાઇ ઉર્ફે ટીબુડો સવજીભાઇ કોળી રહે.શીવાજીનગર, તળાજા વાળાએ તળાજા સુમતીનાથ સોસાયટીમાં આવેલ મુકેશભાઇ મગનભાઇ શિયાળ રહે.દિનદયાળનગર ખારો, તળાજા વાળાના સિમેન્ટના બ્લોક (બેલા) ના કારખાને આવેલ રૂમમાં ખાડો કરીને તેમાં પરપ્રાન્તીય ઇંગ્લીશ દારૂ રાખી બન્ને જણા વેચાણ કરે છે. જે હકીકત આધારે પંચો સાથે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા સદરહું સિમેન્ટના બ્લોક (બેલા) ના કારખાને કોઇ હાજર મળી આવેલ નહી અને હકીકત વાળી જગ્યાએ ઝડતી તપાસ કરતા કારખાને આવેલ રૂમમાં ખાડો જોવામાં આવતા જે ખોલી જોતા તેમાં પ્રરપ્રાંતીય ઇગ્લીશ દારૂની સીલપેક બોટલો મળી આવતા, મજકુર ઇસમને સદરહુ ઇગ્લીશ દારૂ પોતાના કબ્જામાં ગે.કા. રીતે રાખેલ હોય,જે બોટલો જોતા ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ McDowell’s No-1 Luxury Reserve Whisky ૭પ૦ એમ.એલ.ની Bengaluru બનાવટની કંપની સીલપેક બોટલ નંગ- ૨૮૮ તથા ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ EPISODE CLASSIC WHISKY ૭પ૦ એમ.એલ.ની હરીયાણા બનાવટની કંપની સીલપેક બોટલ નંગ- ૨૪ મળી કુલ ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની બોટલ નંગ- ૩૧૨ મળી આવેલ જે ઇગ્લીશ દારૂની બોટલ એકની કિ.રૂ.૩૦૦/- લેખે કુલ ૩૧૨ બોટલની કિ.રૂ.૯૩,૬૦૦/- ગણી મળી આવતા મજકુર મુકેશભાઇ મગનભાઇ શિયાળ રહે.દિનદયાળનગર ખારો, તળાજા તથા મુકેશભાઇ ઉર્ફે ટીબુડો સવજીભાઇ કોળી રહે.શીવાજીનગર, તળાજા વાળાએ પ્રોહી કલમ-પ્રોહી કલમ ૬૫ (એઈ), ૧૧૬(બી),81 મુજબ ગુન્હો કરેલ હોય, જેથી તેના વિરૂધ્ધમાં તળાજા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા અરવિંદભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા

Translate »
%d bloggers like this: