જાહેરમાં હથિયાર લઈને નીકળવા પર પ્રતિબંધ ફરમાવતા જિલ્લા કલેક્ટર હર્ષદ પટેલ
જાહેરમાં હથિયાર લઈને નીકળવા પર પ્રતિબંધ ફરમાવતા જિલ્લા કલેક્ટર હર્ષદ પટેલ
ભાવનગર, તા.15
ભારતીય ચૂંટણી પંચ દ્વારા ભાવનગર જિલ્લામાં ગત તા.23/4/19ના રોજ યોજાયેલા મતદાન બાદ આગામી તા.23/5/19ના રોજ મત ગણતરી યોજાનાર છે. જેના અનુસંધાને ભારતીય ચૂંટણી આયોગના પત્ર ક્રમાંક 464/આઈ.એન.એસ.ટી./2009/ઇ.પી.એસ., તા.1/9/09ના અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે તેમજ ચૂંટણીની કાર્યવાહી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમા સંપન્ન થાય એ હેતુસર જિલ્લા કલેક્ટરશ્રી હર્ષદ પટેલ દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973(1974નો બીજો અધિનિયમ)ની કલમ-144 અન્વયે તેમને મળેલ સત્તાની રૂઈએ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર જિલ્લામાં કોઈ પણ વ્યક્તિ શસ્ત્ર અધિનિયમ 1959ની કલમ-2ની વ્યાખ્યામાં દર્શાવેલું કોઈ હથિયાર ધારણ કરી શકશે નહીં. જિલ્લાની બહારથી મેળવેલા હથિયાર પરવાના ધારકો ભાવનગર જિલ્લામાં પોતાના હથિયારો સાથે હરીફરી શકશે નહીં. તદુપરાંત, જામીન પર છોડેલી, ફોજદારી ગુનાઓમાં ભૂમિકાવાળી વ્યક્તિઓ, હુલ્લડના ગુનામાં અને ચૂંટણી સમયે સંડોવાયેલી વ્યક્તિઓ, ગંભીર ગુનામાં સંડોવાયેલી વ્યક્તિઓ, ચૂંટણીની પ્રક્રિયામાં બાધક થઈ શકે તેમ હોય તેવા ઇસમોને હથિયાર સાથે રાખીને જાહેરમાં ફરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-188 અનુસાર સજાને પાત્ર થશે. આ જાહેરનામુ તા.29/5/2019 સુધી અમલી રહેશે.