ચૂંટણી પ્રક્રિયામાં સંકળાયેલ તમામ સ્ટાફ-મતદારો-જાહેર જનતા-પ્રજાજનોને હીટવેવની અસરથી બચવા માટે સાવચેતી સાથેનાં જરૂરી ઉપાયો હાથ ધરવા જિલ્લા ચૂંટણીતંત્ર-આરોગ્યતંત્રનો અનુરોધ

ચૂંટણી પ્રક્રિયામાં સંકળાયેલ તમામ સ્ટાફ-મતદારો-જાહેર જનતા-પ્રજાજનોને હીટવેવની અસરથી બચવા માટે સાવચેતી સાથેનાં જરૂરી ઉપાયો હાથ ધરવા જિલ્લા ચૂંટણીતંત્ર-આરોગ્યતંત્રનો અનુરોધ


મતદાનના દિવસે તમામ સરકારી દવાખાના, સામૂહિક-પ્રાથમિક-પેટા આરોગ્ય કેન્દ્રોમાં પેરામેડીકલ સ્ટાફ સહિત તબીબી સેવાઓ ઉપલબ્ધ થશે :

વધુ સારવારની જરૂર પડ્યે નજીકના આરોગ્ય કેન્દ્રની સેવાઓ લઇ શકાશે

હીટવેવ સામે સાવચેતીનાં તમામ પગલાંઓ સહિત લૂની સારવારનાં ઉપાયો વિશે લોકજાગૃત્તિ કેળવવા જિલ્લા ચૂંટણી-આરોગ્ય તંત્રના ઘનિષ્ઠ પ્રયાસો

હીટવેવ સામે રક્ષણ અને તેના ઉપાયની સારવાર સહિત અન્ય આરોગ્ય સેવાઓ માટે જિલ્લાના તમામ સરકારી દવાખાના-આરોગ્યકેન્દ્રો ખાતે પેરામેડીકલ સ્ટાફ-તબીબો સહિત અંદાજે ૯૮૫ જેટલા આરોગ્યકર્મીઓ સજ્જ : ૧૦૮ ની ૧૧ જેટલી એમ્બ્યુલન્સ સેવાઓની પણ ઉપલબ્ધિ

જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી આઇ.કે. પટેલના અધ્યક્ષપદે યોજાયેલી બેઠકમાં હીટવેવ સામે રક્ષણ મેળવવા ઘડી કઢાયેલું સુચારૂ આયોજન

રાજપીપળા:

ગુજરાતનાં મુખ્ય નિર્વાચન અધિકારી અને કેન્દ્રિય ચૂંટણીપંચ મારફત નેશનલ ડિઝાસ્ટર મેનેજમન્ટ ઓથોરીટી-નવી દિલ્હી તરફથી માર્ચથી જૂન દરમિયાન હીટવેવની રહેતી મહત્તમ અસર સામે જરૂરી તકેદારી રાખવાના દિશા-નિર્દેશો અન્વયે તા.૨૩ મી એપ્રિલ, ૨૦૧૯ ના રોજ ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત થનારા મતદાનનાં દિવસે ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ / કર્મચારીઓ, મતદારો તેમજ જાહેર જનતાને હીટવેવની અસરથી બચવા માટેના અગમચેતીનાં પગલાં અને તેના ઉપાયો અંગે લોકજાગૃત્તિ કેળવવાની સાથોસાથ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ દિવસે પૂરતી તકેદારીનાં જરૂરી પગલાં સાથેનું સુચારૂ આયોજન જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીઆઇ.કે. પટેલનાં માર્ગદર્શન હેઠળ ઘડી કઢાયું છે.


જિલ્લા વિકાસ અધિકારી અને એક્ષ્પેન્ડીચર મોનીટરીંગ સેલના ચીફ કો-ઓર્ડિનેટર ડૉ. જીન્સી વિલીયમ, નિવાસી અધિક કલેક્ટર એચ.કે. વ્યાસ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ.આઇ. હળપતિ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામિત, ડૉ. કશ્યપ, ડૉ. સમતેશ્વર ચૌધરી, ડિઝાસ્ટરનાં મામલતદાર સોલંકી સહિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગઇકાલે સાંજે યોજાયેલી બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલે જણાવ્યું હતું કે, તા.૨૩ મી એપ્રિલ, ૨૦૧૯ ને મતદાનનાં દિવસે જિલ્લામાં આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલા તમામ સરકારી હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રોનાં તબીબો, પેરામેડીકલ સ્ટાફ, હેલ્થ વર્કર્સ, આશા બહેનો વગેરેની તાકીદની સેવા જરૂરિયાતનાં સમયે નજીકનાં દવાખાનાં-આરોગ્ય કેન્દ્રમાંથી મળી રહે તે રીતની જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેની સાથોસાથ હીટવેવની અસરથી બચવા માટે જાહેર જનતા-પ્રજાજનોને અગમચેતીનાં ભાગરૂપે પુરતી કાળજી રાખવાની હિમાયત સાથે જિલ્લા ચૂંટણીતંત્ર – આરોગ્યતંત્ર તરફથી અપીલ સાથે ભારપૂર્વકની ભલામણ કરવામાં આવી છે.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતદાન મથકે ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલ સ્ટાફ, મતદારો તથા અન્ય લોકોને હીટવેવની અસરથી બચવા માટેની તકેદારીરૂપે રાષ્ટ્રીય આપદા પ્રબંધન પ્રાદ્યિકરણ (NDMA) તરફથી આવા સમયે શું કરવું ? અને શું ન કરવું ? તેની માર્ગદર્શિકા મુજબનાં સૂચનો લક્ષમાં લેવા અને લૂની અસર પામેલી વ્યક્તિની સારવાર માટેનાં સૂચવેલા જરૂરી ઉપાયો બાબતે પણ પુરતી કાળજી રાખી જરૂરિયાતના સમયે તેનો અમલ થાય તે જોવા ઉપર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
ઉક્ત બેઠકમાં અપાયેલી માહિતી મુજબ તા.૨૩ મી એપ્રિલ, ૨૦૧૯ ના રોજ મતદાનને દિવસે જિલ્લામાં રાજપીપલા ખાતે સિવિલ હોસ્પિટલ, દેડીયાપાડા ખાતે સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં રાઉન્ડ-ધી-ક્લોક, ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ રહેશે. જિલ્લાનાં ૨૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૪ સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને ૧૭૪ પેટા આરોગ્ય કેન્દ્રો ખાતે પણ ૩૩ મેડીકલ ઓફિસર, ૩૩ સ્ટાફ નર્સ, ૬૫૦ આશા બહેનો, ૧૪૭ ફિમેલ હેલ્થ વર્કર્સ અને ૧૨૨ મલ્ટીપરપઝ પુરૂષ હેલ્થ વર્કર્સ સહિત કુલ ૯૮૫ જેટલા આરોગ્યકર્મીઓ તેમની ફરજ ઉપર સેવારત રહેશે. તદ્ઉપરાંત ૧૧ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓ પણ આ દિવસે જિલ્લામાં કાર્યરત રહેશે. જિલ્લાનાં તમામ ૬૨૬ મતદાન કેન્દ્રો ખાતે ORS પાવડર સહિત પ્રાથમિક સારવાર માટેની તમામ પ્રકારની દવાઓની કિટ્સ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. મતદાનનાં આગલા દિવસે તા.૨૨ મી એપ્રિલ, ૨૦૧૯ ના રોજ પણ જિલ્લાના મુખ્યમથકે રાજપીપલા ખાતે આયુર્વેદિક કોલેજ અને દેડીયાપાડામાં આદર્શ નિવાસી શાળા ખાતેનાં ડિસ્પેચીંગ સેન્ટર ખાતે તબીબો અને પેરામેડીકલ સ્ટાફ સહિતની આરોગ્ય ટૂકડીઓની સુવિધા પણ ઉભી
કરાઇ છે.

રિપોર્ટ:જ્યોતી જગતાપ , રાજપીપળાન

Translate »
%d bloggers like this: