ગોરા ખાતે શૂલપાલના ના મંદીર પાસે મેળાની જગ્યા સાંકડી થઇ જતા મેળા સામે પ્રશ્નો ઊભા થયા

ગોરા ખાતે શૂલપાલના ના મંદીર પાસે મેળાની જગ્યા સાંકડી થઇ જતા મેળા સામે પ્રશ્નો ઊભા થયા

આ અમાસના દિવસે છેલ્લો મેળો ભરાઈ તેવી શક્યતા

રાજપીપલા ,તા 27
નર્મદા ના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ કામ પૂર જોશ મા ચાલી રહ્યું છે ત્યારે રસ્તાના કારણે ગોરા ગામે ભરાતા શુણપાણેશ્વર મહાદેવના મંદિરે ભરાતા મેળા સામે સંકટ ઊભું થયું છે. મેળાની જગ્યા સાંકડી બની જતા મેળોઆ વખતે કદાચ છેલ્લી વખત ભરાઈ તેવી શક્યતાઓ છે. આગામી દિવસોમાં સ્ટેચ્યુનો મુખ્ય રસ્તો બની જશે અને એકતા નર્સરીને કારણે હવે મેળોભરાય તેમ લાગતુ નથી
ચૈત્ર મા ચૌદસ તથા અમાસના રોજ ગોરા ગામે આવેલા શુલપાનેશ્વર મંદિર ખાતે મેળો ભરાશે. આ પરંપરાગત મેળામાં 3 રાજ્યનાશ્રધ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. 3 મેથી શરૂ થતા મેળા માટેની તૈયારીઓ શરૂથઈ ગઇ છે છે. આ વર્ષ ગોરા ગામમાં શુણપાણેશ્રરનો મેળો છેલ્લો મેળો હોય તેમ લાગી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો બ્રિજ બની જશે એટલે બાયપાસ રોડ ત્યાંથી નીકળશે એટલે મેળાની જગ્યા જતી રહેશે. બાકીની જગ્યામાં એકતા નર્સરીનેકારણે આગામી વર્ષ થી મેળા અંગે સંકટ ઊભું થયું છે

રિપોર્ટ :જ્યોતી જગતાપ , રાજપીપળા

Translate »
%d bloggers like this: