ગાંજાનું સેવન કરીને નશાના રવાડે ચડીગયેલ ટોળકી પકડાઈ

ભાવનગરના સરદારનગર પન્ના પાર્કમાં રહેતો અને સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં અભ્યાસ કરતો મનન વિરલભાઈ શાહ તે અને તેના મિત્રો ભેગા મળી ગાંજાનું સેવન કરીને નશાના રવાડે ચડી ગયા હોય
અમદાવાદ ઈ પેમેન્ટ દ્વારા પૈસા મોકલી ગાંજાનો જથ્થો કુરિયર અને બસમાં પાર્સલ બોક્સ પેકિંગ કરી મંગાવતા હતાં
બાતમીના આઘારે મનન શાહ એકટીવામાં ગાંજાનો જથ્થો લઈ રબ્બર ફેકટરીના પાછળના ભાગેથી નિકળતા ગાંજાના 11 પેકેટ મળી રૂ.35050ના મુદામાલ સાથે ઝડપી લીઘેલ
યુવાઘન નશાના ચડી જીંદગી બરબાદ કરી રહ્યાં છે
શાળા કોલેજોમાં અભ્યાસ કરતાં સારા ઘરના નબીરાઓ નશાના રવાડે ચડી પોતાની જીંદગી બરબાદ કરે છે તેની સાથે તેમનો પરિવાર સમાજમાં નીચા જોણું કરી રહ્યાં છે
પોલીસે શાળા કોલેજો સહીતનાં વિસ્તારમાં વોચ ગોઠવી નશાની ચુંગાલમાં ફસાયેલાઓ ને બહાર કાઢવા કાર્યવાહી હાથ ધરી છે
આ ઘટના લોકો અને શાળા કોલેજો માટે લાલ બત્તી સમાન છે

Translate »
%d bloggers like this: