કાશ્મીરમાં કલમ 370 દૂર કરાઈ,મોદી સરકારનો ઐતિહાસીક નિર્ણય

જમ્મુ-કાશ્મીર હવે અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયું છે. આ સાથે જ લદાખને પણ એક કેન્દ્ર શાસિત પ્રદેશના સ્વરૂપમાં જમ્મુ-કાશ્મીરથી અલગ કરી દેવામાં આવ્યું છે. ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર રાજ્યનું પુનર્ગઠન વિધેયક 2019 રજૂ કર્યું હતું.

ગૃહમંત્રીએ લદાખ માટે કેન્દ્ર શાસિત પ્રદેશના ગઠનની જાહેરાત કરી હતી, જ્યાં ચંદીગઢની જેમ વિધાનસભા નહીં હોય. અમિત શાહે રાજ્યસભામાં જાહેરાત કરી કે જમ્મુ-કાશ્મીર અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ હશે જ્યાં દિલ્હી અને પુડ્ડુચેરીની જેમ વિધાનસભા રહેશે.

ગૃહમંત્રી તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવમાં આવ્યું છે કે લદાખના લોકો ઘણા લાંબા સમયથી આ વિસ્તારને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવાની માંગણી કરતા હતા, જેનાથી ત્યાંના લોકો પોતાના લક્ષ્યો હાંસલ કરી શકે છે. જમ્મુ-કાશ્મીરને અલગથી કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા રહેશે, જ્યારે લદાખમાં વિધાનસભા નહીં હોય.

ગૃહમંત્રી અમિત શાહે એ સાથે જ રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370નો સંકલ્પ પત્ર જાહેર કર્યો હતો, જેના રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. અમિત શાહે સંકલ્પ પત્ર જાહેર કરતા જ રાજ્યસભામાં હંગામો થયો હતો. હંગામા વચ્ચે કાયદામંત્રી રવિશંકર પ્રસાદે પોતાની વાત રાખી હતી.

Translate »
%d bloggers like this: